મોદી સરકારે 2018 બાદ અધધ 3 હજાર કરોડ રૂપિયા જાહેરાત પાછળ ખર્ચી નાંખ્યા, સૌથી વધુ પ્રિન્ટ મીડિયામાં ખર્ચાયા
કામ ઓછા અને વાત વધુ કરતી નરેન્દ્ર મોદી સરકારના વધુ એક કાંડનો ખુલાસો થયો છે. હાલમાં જ સામે આવેલી માહિતી અનુસાર, કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે 2018 થી અત્યારસુધીમાં જનતાના અધધ 3 હજાર કરોડ રૂપિયા જાહેરાત પાછળ ખર્ચી નાંખ્યા છે.
અહેવાલ અનુસાર, કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે 2018-19 થી તેની યોજનાઓના જાહેરાત અને પ્રચાર માટે 3,064.42 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. આ ખર્ચમાં સરકારે સૌથી વધુ રૂપિયા પ્રિન્ટ મીડિયા ખર્ચ કર્યા છે.

રાજ્યસભામાં માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા આપવામાં આવેલા આંકડા અનુસાર, નરેન્દ્ર મોદી સરકારે2018-19 અને 2023-24 વચ્ચે પ્રિન્ટ મીડિયામાં 1,338.56 કરોડ રૂપિયા, ઇલેક્ટ્રોનિક મીડિયામાં 1,273.06 કરોડ રૂપિયા અને આઉટડોર પબ્લિસિટી પર 452.80 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.
સરકારના આંકડા અનુસાર, 2018-19 માં એકંદર ખર્ચ 1,179.16 કરોડ હતો તે ઘટીને 2022-23માં 408.46 કરોડ થયો હતો. 2019-20માં જાહેરાતનો ખર્ચ 708.18 કરોડ હતો. 2020-21માં આ ખર્ચ 409.47 કરોડ અને 2021-22માં 315.98 કરોડ રૂપિયા ખર્ચાયા હતા. આ વર્ષે 2022-23માં આ બજેટમાં વધારો થયો છે.
બીજી તરફ સરકારે આ વર્ષે એપ્રિલથી 13 જુલાઈની વચ્ચે જાહેરાત પાછળ 43.16 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. આંકડા અનુસાર, 2018-19 અને 2019-20માં ઈલેક્ટ્રોનિક મીડિયાનો જાહેરખબર ખર્ચ પ્રિન્ટ મીડિયા કરતાં વધુ હતો અને તેના પછીના આગામી ત્રણ નાણાકીય વર્ષમાં આ હિસ્સો ઘટ્યો છે.
આંકડા અનુસાર, 2018-19માં ઈલેક્ટ્રોનિક મીડિયા પાછળ ખર્ચાયેલા 514.29 કરોડ સામે પ્રિન્ટ મીડિયા પાછળ 429.55 કરોડ ખર્ચાયા હતા. કોવિડ મહામારીને કારણે જાહેરાતમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હોવા છત્તા તે નાણાકીય વર્ષમાં પણ સમાન ખર્ચ જોવા મળ્યો હતો. ઇલેક્ટ્રોનિક મીડિયાને પ્રિન્ટ મીડિયાના 295.05 કરોડ સામે 316.99 કરોડની જાહેરાત અપાઈ હતી.












Click it and Unblock the Notifications
