Ajmer Case: 32 વર્ષ બાદ 100થી વધુ છોકરીઓને મળ્યો ન્યાય, અજમેર કેસના તમામ આરોપીઓને ઉમરકેદ

Ajmer Case: રાજસ્થાનના અજમેરમાં 100થી વધુ છોકરીઓની યૌન ઉત્પીડનના મામલામાં આજે મોટો ચુકાદો આપવામાં આવ્યો છે. અજમેરની વિશેષ અદાલતે છ દોષિતોને આજીવન કેદની સજા ફટકારી છે.

આવી જ રીતે તમામ દોષિતો પર 30 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ અગાઉ અજમેર કોર્ટે તમામ 6 લોકોને પોક્સ હેઠળ દોષિત ઠેરવ્યા હતા.

વર્ષ 1992માં શહેરમાં કોલેજ જતી યુવતીઓની નગ્ન તસવીરો ફરતી થઈ હતી. આ કેસમાં 18 આરોપી હતા. 9ને આજે સજા ફટકારવામાં આવી હતી.

કોર્ટે ફી ચિશ્તી, સલીમ ચિશ્તી, સોહેલ ગની, જમીલ ચિશ્તી, ઈકબાલ ભાટી અને ટારઝન અંગે પોતાનો ચુકાદો આપ્યો હતો.

આ ઘટનાના સંબંધમાં આરોપી અનવર ચિશ્તી, ફારૂક ચિશ્તી, પરવેઝ અંસારી, મોઇનુલ્લાહ ઉર્ફે પુત્તન અલ્હાબાદી, ઇશરત ઉર્ફે લલ્લી, કૈલાશ સોની, મહેશ લુધાની, શમશુ ચિશ્તી ઉર્ફે મેનરાડોના અને ટારઝનની ધરપકડ કરવામાં આવી હતી.

Ajmer Case

શું હતો 1992 અજમેર કેસ? - અજમેરમાં યુથ કોંગ્રેસના તત્કાલીન પ્રમુખ ફારૂક ચિશ્તી તેની સાથે ફાર્મહાઉસ અને રેસ્ટોરન્ટમાં પાર્ટીઓના નામ પર છોકરીઓને બોલાવતો અને તેમને નશાયુક્ત પદાર્થ પીવડાવતો અને પછી બળાત્કાર કરતો હતો.

ત્યારબાદ તેઓ છોકરીઓની નગ્ન તસવીરો લેતા હતા. આરોપી યુવતીઓને બ્લેકમેલ કરતો હતો અને અન્ય યુવતીઓને પોતાની સાથે લાવવા દબાણ કરતો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X