અમુલ બાદ મધર ડેરીનું દૂધ 2 રૂપિયા મોંઘુ

mother-dairy
નવી દિલ્હી, 12 મેઃ મધર ડેરીએ ખરીદ લાગત વધારતા દિલ્હી-એનસીઆરમાં દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો થયો છે. આ ભાવ વધારો સોમવારથી લાગુ પડશે. મધર ડેરી દિલ્હી-એનસીઆરમાં દૂધની સૌથી મોટી આપૂર્તિકર્તા છે અને દરરોજ અંદાજે 30 લાખ લીટર દુધનું વેચાણ કરે છે. બે દિવસ પહેલા અમુલે પણ દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો હતો.

કંપની દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદન અનુસાર મધર ડેરી 12 મેથી દિલ્હી-એનસીઆરમાં તમામ પ્રકારના દૂધના ભાવમાં વધારો કરી રહી છે. આ ભાવ વધારા અનસાર ફૂલ ક્રીમ દૂધન ભાવ 48 રૂ. પ્રતિ લીટર થઇ જશે, જે 46 રૂ. પ્રતિ લીટર છે. આ જ પ્રકારે ટોન્ડ દૂધનો ભાવ 36 રૂ. પ્રતિ લીટરથી વધીને 38 રૂ. પ્રતિ લીટર કરી દેવામાં આવ્યો છે.

કંપનીએ કહ્યું કે, ડબલ ટોન્ડ દૂધનો ભાવ 32 રૂ.થી વધીને 34 રૂ. પ્રતિ લીટર કરી દેવામાં આવ્યું છે. જ્યારે ટોકન દૂધનો ભાવ 32 રૂ.થી વધારીને 36 રૂ. કરી દેવામાં આવ્યો છે. નોંધનીય છેકે, મધર ડેરીએ દિલ્હી-એનસીઆરના ભાવ આ વર્ષે એક ફેબ્રુઆરીએ વધાર્યા હતા. કંપનીએ કહ્યું કે, મધર ડેરી છેલ્લા કેટલાક મહિનાઓથી કાચા દૂધના વધતા ભાવોના કારણે રીટેલ મુલ્ય વધારવા માટે મજબૂર છે. કંપનીએ હંમેશાથી પોતાના ઉપભોક્તાઓના હિતો અને દુધ ઉત્પાદકોના હિતોની વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X