For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફેક્ટ ચેકર ઝુબેરની ધરપકડનો ભારે વિરોધ, વિપક્ષના નિશાને સરકાર, લગાવ્યા આવા આરોપ

ફેક્ટ-ચેક વેબસાઈટ ઑલ્ટ ન્યૂઝના સહ-સ્થાપક મુહમ્મદ ઝુબેરની ધરપકડનો સોશિયલ મીડિયા પર તેમના સમર્થકો દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ફેક્ટ-ચેક વેબસાઈટ ઑલ્ટ ન્યૂઝના સહ-સ્થાપક મુહમ્મદ ઝુબેરની ધરપકડનો સોશિયલ મીડિયા પર તેમના સમર્થકો દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. 'આઈ સપોર્ટ મોહમ્મદ ઝુબેર' અને #ઝુબેરરેસ્ટ જેવા હેશટેગ્સ ટ્વિટર પર ટૉપ ટ્રેન્ડિંગ છે. વિપક્ષી પાર્ટીઓ, ઈસ્લામિક સંગઠનો અને ડાબેરી વિચારધારાના લોકો સત્તાધારી ભાજપની ઝુબેર વિરુદ્ધ પોલીસ કાર્યવાહી સામે સખત વાંધો વ્યક્ત કરી રહ્યા છે. વિપક્ષ શાસક પક્ષ પર સતત પ્રહારો કરી રહ્યુ છે.

rahul-zuber

ઝુબેરની ધરપકડ કરનાર દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ પર પક્ષપાતનો આરોપ લગાવવામાં આવ્યો છે. તૃણમૂલ સાંસદ મહુઆ મોઇત્રાએ 'દિલ્હી પોલીસ સાહબને ખુશ કરવા ઝુક્યા' સૂત્ર આપ્યુ હતુ. આ સાથે જ રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કર્યુ હતુ કે, 'ભાજપની નફરત, ધર્માંધતા અને જુઠ્ઠાણાનો પર્દાફાશ કરનાર દરેક વ્યક્તિ તેમના માટે ખતરો છે. સત્યના એક અવાજને દબાવી શકાશે નહીં. આવા હજારો વધુ જન્મ લેશે. બુરાઈ પર સત્ય હંમેશા જીતે છે.' યુથ કોંગ્રેસના પ્રમુખ શ્રીનિવાસ બીવીએ લખ્યુ, 'નુપુર શર્માને ખોટુ કરવા બદલ સુરક્ષામાં રાખવામાં આવી જ્યારે @zoo_bearની સત્ય બોલવા બદલ પણ ધરપકડ કરવામાં આવી. અમે આ કૃત્યની સખત નિંદા કરીએ છીએ.'

તૃણમૂલના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કરવામાં આવ્યું છે કે, 'જ્યારે તમારી જ પાર્ટીમાંથી કોઈ વ્યક્તિ ધાર્મિક લાગણીઓને કથિત રીતે ઠેસ ન પહોંચાડે ત્યારે રડવુ ખૂબ જ સરળ છે. નુપુર શર્માની ધરપકડ કરો અને રાષ્ટ્રને બતાવો કે બધા માટે સમાન નિયમો લાગુ પડે છે.' તેવી જ રીતે કેરળના ધારાસભ્ય એમકે મુનીરે લખ્યું કે, 'કેટલી વિડંબના છે કે જે નફરત ફેલાવનારુ ભાષણ ફેલાવે છે તે મુક્તપણે ફરે છે જ્યારે તેનો પર્દાફાશ કરનાર પત્રકારની અટકાયત કરવામાં આવી છે.'

તમને જણાવી દઈએ કે દિલ્હી પોલીસે ઝુબેરની તેના કેટલાક વિવાદાસ્પદ ટ્વીટના કારણે ધરપકડ કરી છે. ઝુબેર વિરુદ્ધ ધાર્મિક લાગણી દુભાવવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. હવે ઘણા રાજકીય નેતાઓએ ઝુબેરની ધરપકડ માટે ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારની ટીકા કરી છે. કહેવામાં આવી રહ્યુ છે કે દિલ્હી પોલીસે સત્તાધારી ભાજપના ઈશારે ઝુબેરને પકડ્યો છે. ઉલ્લેખનીય છે કે દિલ્હી પોલીસ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને રિપોર્ટ કરે છે. આ મહિનાની શરૂઆતમાં પયગંબર મોહમ્મદ પર સસ્પેન્ડેડ ભાજપ નેતા નુપુર શર્માની વિવાદાસ્પદ ટિપ્પણીનો ભારે વિરોધ થયો હતો. જેનાથી નારાજ મુસ્લિમ અનુયાયીઓએ અનેક રાજ્યોમાં પ્રદર્શન કર્યા હતા. તે દરમિયાન હિંસા પણ ફાટી નીકળી હતી. વિદેશમાં પણ આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

English summary
After Arrested Fact-Checker Mohammed Zubair, Opposition Slams BJP Govt, His Name Top trending on twitter
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X