આ છે પાકિસ્તાની પીએમ ઈમરાન ખાનના એગ્રેસીવ વલણનું ખાસ કારણ
ભારત સરકાર દ્વારા જમ્મુ કાશ્મીર રાજ્યથી અનુચ્છેદ 370 અને કલમ 35એ હટાવ્યા બાદથી પાકિસ્તાનમાં સત્તાસીન ઈમરાન સરકાર સતત અગ્રેસીવ વલણ અપનાવી રહ્યા છે જાણો કારણ.
ભારત સરકાર દ્વારા જમ્મુ કાશ્મીર રાજ્યથી અનુચ્છેદ 370 અને કલમ 35એ હટાવ્યા બાદથી પાકિસ્તાનમાં સત્તાસીન ઈમરાન સરકાર અકળાઈ રહી છે. પહેલા રાજનાયિકો, પછી વેપાર, પછી પરિવહનની અવરજવર પર પ્રતિબંધ લગાવીને તે સતત પોતાનો ગુસ્સો કાઢી રહ્યુ છે. કેસમાં ભારત પર આંતરરાષ્ટ્રીય દબાણ વધારવા માટે તેણે યુનાઈટેડ સ્ટેટ સાથે પણ હસ્તક્ષેપ કરવાની માંગ કરી. તેમના માનીતા પડોશી દેશ ચીને પણ તેમનો સાથ આપવાની મનાઈ કરી દીધી છે. તેમછતાં પ્રધાનમંત્રી ઈમરાન ખાન સતત અગ્રેસીવ વલણ અપનાવી રહ્યા છે.

માનવામાં આવી રહ્યુ છે કે એક વર્ષ વીત્યા બાદ પણ પાકિસ્તાનની ઈમરાન સરકાર જનતાને આપેલા વચનો પૂરા કરવામાં નિષ્ફળ રહી છે જેની કિંમત જનતાએ દરેક મોરચે ભોગવવી પડી રહી છે. ઈમરાન ખાનના સત્તાસીન થયા બાદ પણ ત્યાંની જનતા સામાન્ય જરૂરિયાતની વસ્તુઓની સતત વધતી રહેલી કિંમતોથી ત્રસ્ત છે. છેલ્લા એક વર્ષથી રોજ ઈમરાન સરકારને ગાળો આપી રહી છે ત્યાંની જનતા જેમનો વિશ્વાસ જીતવામાં હજુ સુધી ઈમરાન ખાન નિષ્ફળ રહ્યા છે. વળી, ઈમરાન ખાનના નવા પાકિસ્તાનની પિપુડી પણ હવાઈ સાબિત થઈ કારણકે ત્યાંની જનતાએ ઈમરાન ખાનના નેતૃત્વમાં એક મજબૂત, ભ્રષ્ટાચાર અને આતંકવાદ મુક્ત પાકિસ્તાનનુ સપનુ લોકોએ જોયુ હતુ પરંતુ ઈમરાન ખાનનો કાર્યકાળ ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય બંને મોરચે નિષ્ફળ સાબિત થયો છે.
પરંતુ મોંઘવારી, ભ્રષ્ટાચાર અને આતંકવાદ સામે ઝઝૂમી રહી હતી પાકિસ્તાની જનતાને ઈમરાન સરકારની નિષ્ફળતાનો ત્યારે મોટો ઝટકો લાગ્યો જ્યારે ઉરી અને પુલવામાની ઘટના બાદ હિંદુસ્તાનની મોદી સરકારે પાકિસ્તાનમાં ઘૂસીને સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈકને અંજામ આપ્યો. ત્યારથી ઈમરાન સરકાર પર સામાન્ય પાકિસ્તાનીની આશા પણ ખતમ થઈ ગઈ છે અને હવે ભારત સરકાર દ્વારા જમ્મુ કાશ્મીરથી વિશેષ રાજ્યનો દરજ્જો છીનવી લેવાના કારણે તે ઘણા નારાજ છે.
વાસ્તવમાં ઈમરાન સરકાર પોતાના નિષ્ફળતા માટે એક પછી એક ભારત પર પ્રતિબંધ થોપવા માટે મજબૂર છે. આવુ કરીને પીએમ ઈમરાન પાકિસ્તાની જનતાને મૂર્ખ બનાવવા માંગે છે પરંતુ પહેલેથી મોંઘવારી અને ભ્રષ્ટાચાર સામે ઝઝૂમી રહેલ જનતા ટ્રેડ પ્રતિબંધોથી થતી ચોતરફની મોંઘવારીની મારને કેટલી સહન કરી શકશે તે તો જ સમય જ બતાવશે. જો કે પાકિસ્તાની પ્રધાનમંત્રી ઈમરાન ખાનના રાજકીય ચાલબાજીઓ તેમના પર અ પાકિસ્તાન બંને પર ભારે પડી ગઈ છે. ભારત દ્વારા જમ્મુ અને કાશ્મીરના પુનર્ગઠન માટે ઉઠાવેલા પગલાનો જોરદાર વિરોધ કરી રહેલા ઈમરાનને તેમની માંગ બાદ પણ ખભો નથી મળી રહ્યો. હવે જોવાનુ એ છે કે પાકિસ્તાની જનતા ઈમરાન સરકારના આ નિર્ણયોના પરિણામ ક્યાં સુધી સહન કરી શકે છે કારણકે આર્થિક મોરચે કંગાળ થઈ ગયેલ પાકિસ્તાન ભારત સાથે યુદ્ધમાં તો કૂદવાથી રહી.












Click it and Unblock the Notifications
