રાહુલ ગાંધીના આજના શ્રીનગર પ્રવાસ પર પ્રશાસનનું મોટુ નિવેદન, ‘અત્યારે ન આવો કાશ્મીર'

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી શનિવારે વિપક્ષી નેતાઓ સાથે જમ્મુ કાશ્મીર પર જવાની તૈયારી કરી રહ્યા છે. પરંતુ તેમના આ પ્રવાસના સમાચાર વચ્ચે જમ્મુ કાશ્મીર પ્રશાસનનું મોટુ નિવેદન આવ્યુ છે.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી શનિવારે વિપક્ષી નેતાઓ સાથે જમ્મુ કાશ્મીર પર જવાની તૈયારી કરી રહ્યા છે. કલમ 370 હટાવાયા બાદ રાહુલ ગાંધ આજે પહેલી વાર કાશ્મીર પ્રવાસ પર જઈ રહ્યા છે પરંતુ તેમના આ પ્રવાસના સમાચાર વચ્ચે જમ્મુ કાશ્મીર પ્રશાસનનું મોટુ નિવેદન આવ્યુ છે. જમ્મુ કાશ્મીર પ્રશાસને રાહુલ ગાંધી સહિત તમામ વિપક્ષી નેતાઓને કાશ્મીર ન આવવાની સલાહ આપી છે અને તેમને ઘાટીમાં શાંતિ જાળવી રાખવામાં સહયોગ કરવાની અપીલ કરી છે.

rahul gandhi

જમ્મુ કાશ્મીર પ્રશાસને ટ્વીટ કરીને કહ્યુ કે શ્રીનગરમાં રાહુલ ગાંધી સહિત તમામ નેતાઓને પ્રવાસથી અસુવિધા થશે. તેમણે કહ્યુ કે અમે લોકોને આતંકીઓથી બચાવવામાં લાગ્યા છે. એટલુ જ નહિ પ્રશાસને કહ્યુ કે રાહુલ ગાંધી સહિત તમામ એ નેતા એ પ્રતિબંધોનું પણ ઉલ્લંઘન કરી રહ્યા હશે જે અત્યારે પણ ઘણા વિસ્તારોમાં છે. પ્રશાસન તરફથી કહેવામાં આવ્યુ કે વરિષ્ઠ નેતાઓએ સમજવુ જોઈએ કે ઘાટીમાં શાંતિ, વ્યવસ્થા જાળવી રાખવા અને નુકશાનને રોકવા માટે સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી શનિવારે શ્રીનગર જશે. તેમની સાથે ગુલામનબી આઝાદ, સીપીઆઈના ડી રાજા, સીતારામ યેચુરી, ડીએમ રે ટી શિવા, એનસીપીના માજિદ મેમણ, આરજેડીના મનોજ ઝા પણ હશે. તે ત્યાં સ્થાનિક નેતાઓ સાથે મુલાકાત કરશે. જમ્મુ કાશ્મીરની સ્થિતિનું નિરીક્ષણ કરશે. વળી, રાહુલ ગાંધી સ્થાનિક લોકો સાથે પણ મુલાકાત કરશે.

તમને જણાવી દઈએ કે જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે રાહુલ ગાંધીને કાશ્મીર આવવાનું આમંત્રણ આપ્યુ હતુ ત્યારબાદ રાહુલ ગાંધી શનિવારે જમ્મુ કાશ્મીર જઈ રહ્યા છે. વાસ્તવમાં કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદને બે વાર જમ્મુ એરપોર્ટથી જ પાછા મોકલી દેવામાં આવ્યા હતા ત્યારબાદ રાહુલ ગાંધીએ જમ્મુના રાજ્યપાલને માંગ કરી હતી કે વિપક્ષી દળોના નેતાઓને કાશ્મીરની સામાન્ય જનતાને મળવાનો મોકો આપવામાં આવે. ત્યારબાદ તેમણે વિપક્ષી નેતાઓ સાથે કાશ્મીર જવાની સંમતિ દર્શાવી છે અને આજે શ્રીનગર જશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X