For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

3 રાજ્યોની જીતથી રાહુલ ગાંધીના જીવનમાં આવશે આ 4 બદલાવ

3 રાજ્યોની જીતથી રાહુલ ગાંધીના જીવનમાં આવશે આ 4 બદલાવ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસ કિંગ બનીને ઉભરી આવી છે. 2019 લોકસભા ચૂંટણીની ઠીક પહેલા કોંગ્રેસ માટે આ જીત સંજીવનીથી ઓછી નથી. સંયોગ જુએ કે એક વર્ષ પહેલા 11 ડિસેમ્બર 2011ના રોજ રાહુલ ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ પદની કમાન સંભાળી હતી. 11 ડિસેમ્બર 2018 એટલે કે ઠીક એક વર્ષમાં કોંગ્રેસે જીતનો ડંકો વગાડી દીધો. વિધાનસભા ચૂંટણી 2018ના આ પરિણામોએ રાહુલ ગાંધીની જિંદગી રાતોરાત બદલી નાખી.

હવે વિરોધીઓ રાહુલ ગાંધીને પપ્પુ કે પાર્ટ ટાઈમ પોલિશિયન નહિ કહી શકે

હવે વિરોધીઓ રાહુલ ગાંધીને પપ્પુ કે પાર્ટ ટાઈમ પોલિશિયન નહિ કહી શકે

ભારતીય રાજનીતિમાં પ્રવેશ કર્યા બાદ રાહુલ ગાંધીના ભાગમાં જીત ઓછી આવી છે. પરિણામ એ આવ્યું કે વિરોધીએ તેને પપ્પુ, પાર્ટ ટાઈમ પૉલિટિશન, નોન સીરિયસ નેતા જેવા નામથી બોલાવવા લાગ્યા, પરંતુ કોંગ્રેસ અધ્યક્ષ પદની કમાન સંભાળ્યા બાદ રાહુલ ગાંધીએ ન માત્ર ખુદ આક્રમક જોવા મળ્યા બલકે નિરાશાના મોઝાંથી પણ દૂર રહ્યા. રાહુલ ગાંધી અધ્યક્ષ બનતા જ ગુજરાતે ભાજપને આકરી ટક્કર આપી. જે બાદ પંજાબમાં કોંગ્રેસે સત્તા હાંસલ કરી. કર્ણાટકમાં કોંગ્રેસ ભલે પોતાના દમ પર વાપસ ન કરી શકી, પરંતુ જેડીએસ-કોંગ્રેસ સરકાર ગઠનમાં રાહુલ ગાંધીએ સારી રીતે સાંગઠનિક કૌશલ્ય દેખાડ્યું અને સૌથી મોટા પાર્ટી બન્યા બાદ પણ ભાજપને સરકાર બનાવવા માટે ફાફાં મારતું કરી દીધું. હવે ત્રણ રાજ્યોમાં કોંગ્રેસની વાપસીએ રાહુલ ગાંધીથી હારેલા યુવરાજનું ટેગ હટાવી દીધું છે. મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢની જીતે હવે તેમને રાષ્ટ્રીય રાજનીતિમાં દમદાર રીતે નરેન્દ્ર મોદીની સામે ઉભા કરી દીધા.

હવે 2019 લોકસભા ચૂંટણી અમિત શાહ માટે સહેલી નહિ હોય

હવે 2019 લોકસભા ચૂંટણી અમિત શાહ માટે સહેલી નહિ હોય

2014 લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના સૂફડાં સાફ કર્યા બાદ એક બાદ એક રાજ્યમાં કોંગ્રેસને હરાવ્યા બાદ વિજય રથ પર સવાર ભાજપના લગભગ બધા નેતાઓ એક વર્ષ પહેલા એમ માનીને ચાલી રહ્યા હતા કે 2019માં એમના માટે પડકાર ઉભો કરનાર કોઈ નથી. પાછલા એક વર્ષમાં સતત ઉપચૂંટણીમાં હારવા પર હવે હિંદુ હાર્ટલેન્ડ એમપી, છત્તીસગઢ અને રાજસ્થાન હાથમાંથી નીકળ્યા બાદ ભાજપ માટે 2019 મોટો પડકાર છે. હવે ભાજપના કોઈપણ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વવાળી કોંગ્રેસને નજરઅંદાજ કરવાની ભૂલ નહિ કરે.

મહાગઠબંધનમાં સ્વીકાર્યતા વધી જશે

મહાગઠબંધનમાં સ્વીકાર્યતા વધી જશે

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને માત્ર ભાજપ જ નહિ બલકે તેમના સહયોગીઓ પણ રણનીતિકાર તરીકે સ્વીકાર નહોતા કરી રહ્યા. શરદ પવાર હોય કે અખિલેશ યાદવ, માયાવતી હોય કે મમતા બેનરજી તમામ 2019માં રાહુલ ગાંધીને વડાપ્રધાન પદના ઉમેદવાર માનવા માટે ખુલ્લીને ઈનકાર કરતા આવ્યા છે. હવે તેમના નેતૃત્વમાં મળેલ જીત બાદ રાહુલ ગાંધીની સ્વીકાર્યતા વધી જશે.

હવે પાર્ટી પર મજબૂત પકડ બનાવી શકે રાહુલ ગાંધી

હવે પાર્ટી પર મજબૂત પકડ બનાવી શકે રાહુલ ગાંધી

રાહુલ ગાંધીની સ્વીકાર્યતા પર ભાજપ અને સહયોગી દળ જ નહિ બલકે ખુદ એમની પાર્ટીના કેટલાય નેતાઓ પણ સવાલ ઉઠાવી રહ્યા છે. ખાસ કરીને સોનિયા ગાંધીના નજીકના પાર્ટીના સીનિયર નેતાઓ નહોતા ઈચ્છતા કે રાહુલ ગાંધી કમાન સંભાળે અને જ્યારે કમાન સંભાળી ચૂક્યા છે ત્યારે પણ તેમના ફેસલાને પાર્ટીના કોઈ વરિષ્ઠ નેતાઓનું સમર્થન નથી મળી રહ્યું, પરંતુ હવે જીત બાદ રાહુલ ગાંધી પાર્ટી સંગઠનમાં પહેલાથી વધુ મજબૂત પકડ જમાવી શકશે.

મોદીએ હાર સ્વીકારી, કોંગ્રેસને જીતના અભિનંદન પાઠવ્યા મોદીએ હાર સ્વીકારી, કોંગ્રેસને જીતના અભિનંદન પાઠવ્યા

English summary
After assembly election results 2018, Rahul Gandhi is no longer the Pappu of Indian politics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X