For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પારેખના પુસ્તકથી મુશ્કેલીમાં પીએમ મનમોહન

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 14 એપ્રિલઃ વડાપ્રધાનના પૂર્વ મીડિયા સલાહકારના પુસ્તકથી રાજકીય ભૂંકપ આવી ગયો છે, ત્યારે પૂર્વ કોલસા સચિવ પીસી પારેખે એમ કહીને વડાપ્રધાન મનમોહન સિંહને મુશ્કેલીમાં મુકી દીધા છે કે તેઓ એવી સરકારનું નેતૃત્વ કરી રહ્યાં છે, જ્યાં તેમનો રાજકીય પ્રાધિકાર ઓછો છે. સોમવારે રજૂ થનારા પુસ્તક ‘ક્રૂસેડર ઓફ કોંસ્પિરેટર? કોલગેટ એન્ડ ધ અધ ટ્રૂથ'માં પારેખે એ દિવસની ઘટનાને યાદ કરી જ્યારે તેઓ પોતાનું રાજીનામું તત્કાલિન કેબિનેટ સચિવ બીકે ચતુર્વેદીને સોંપ્યા બાદ વડાપ્રધાન સાથે વિદાય મુલાકાત કરવા ગયા હતા.

parekh-manmohan-singh
પારેખ કોલસા સચિવ પદેથી ડિસેમ્બર 2005માં સેવાનિવૃત થયા હતા. 68 વર્ષીય પારેખે પોતાના પુસ્તકમાં કહ્યું કે તેમણે પોતાનું રાજીનામું ત્યારે આપ્યું હતું, જ્યારે સંસદની સ્થાઇ સમિતિની બેઠક દરમિયાન ભાજપ સાંસદ ધર્મેન્દ્ર પ્રધાને તેમનું અપમાન કર્યું હતું અને સરકાર તરફથી કોઇ પ્રતિક્રિયા આવી નહોતી. માનસ પબ્લિકેશનના પ્રકાશિત પુસ્તકમાં પારેખે કહ્યું કે, 17 ઑગસ્ટ 2005ના રોજ મે વડાપ્રધાન સાથે વિદાઇ મુલાકાત કરી. હું સાંસદો તરફથી નોકરશાહી અને વરિષ્ઠ અધિકારીઓના અપમાન અંગે ચિંતા વ્યક્ત કરવા માગતો હતો.

પારેખ વિરુદ્ધ સીબીઆઇએ કોલસા બ્લોક ફાળવણી મામલામાં કેસ દાખલ કર્યો છે. પારેખે પોતાના પુસ્તકમાં કહ્યું કે વડાપ્રધાને ઉંડો ક્ષોભ વ્યક્ત કર્યો અને કહ્યું કે તેમને પણ પ્રતિદિન આવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ એ દેશહિતમાં નહીં હોય કે તે દરેક વિષય પર રાજીનામું આપી દે. તેમણે કહ્યું કે, નિર્ણય પર અમલ નહીં કરવો અથવા તેન બદલવાના સંબંધમાં પોતાના મંત્રીઓથી અપમાન સહન કરવાના બદલે ડો. મનમોહન સિંહ રાજીનામું આપે છે ત્યારે હું નથી જાણતો કે શું દેશને સારા વડાપ્રધાન મળશે.

લેખકે કહ્યું કે, એવી સરકારનું નેતૃત્વ જારી રાખીને, જેમાં તેમનો રાજકીય પ્રાધિકાર ઓછો છે, તેનાથી ટૂજી કૌભાંડ અને કોલગેટથી તેમની છબીને ઉંડો આઘાત લાગે છે, જો કે તેમની અંગત છબી બેદાગ રહી છે. તેમણે વડાપ્રધાન સાથે વાતચીતનો પણ ઉલ્લેખ કર્યો છે અને કહ્યું છેકે એ સ્પષ્ટ થઇ ગયું છેકે વડાપ્રધાન જે પ્રકારે કામ કરે છે, તેમની સીમાઓને જોઇને કોલસા ક્ષેત્રમાં સુધારાની ઘણી ઓછી આશાઓ છે.

English summary
After Sanjay Baru dropped a book bomb on the Prime Minister Manmohan Singh last week, former coal secretary P C Parakh is ready to release his book on coal scam today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X