વિપક્ષના નેતા બન્યા બાદ ગુજરાતમાં બીજેપીને લલકારવા ગુજરાત આવશે રાહુલ ગાંધી, જાણો કાર્યક્રમ
બજરંગ દળના તોફાની તત્વો દ્વારા કોંગ્રેસ કાર્યાલયમાં તોડફોડ બાદ રાહુલ ગાંધીએ હુંકાર ભરી છે. હવે રાહુલ ગાંધી બીજેપીને ટક્કર આપવા ગુજરાત આવી રહ્યાં છે.
લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને ઉત્તર પ્રદેશના રાયબરેલીના સાંસદ રાહુલ ગાંધી શનિવારે જરાતની મુલાકાતે આવી રહ્યાં છે.

હાલમાં જ સંસદ સત્ર દરમિયાન રાહુલ ગાંધીએ પીએમ મોદીને ગૃહમાં પડકાર ફેંક્યો હતો અને કહ્યું હતું કે આ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપને હરાવી દેશે.
રાહુલ ગાંધીનો આ ગુજરાત પ્રવાસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સંસદમાં હિન્દુત્વ પર નિવેદન આપ્યા બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર ભાજપના કાર્યકરો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. અપેક્ષા છે કે રાહુલ ગાંધી કોંગ્રેસના કાર્યકરોને મળીને આગળની રણનીતિ ઘડી શકે છે.
ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, રાહુલ ગાંધી સાથે વાત કરી હતી અને તેમને અમદાવાદ આવવા કહ્યું હતું, જેથી તેઓ હુમલા દરમિયાન હિંમતભેર ભાજપના ગુંડાઓનો સામનો કર્યો તે કોંગ્રેસ કાર્યકર્તાઓને મળી શકે.
જો કે તેમણે તારીખની પુષ્ટિ કરી નહોતી. તેમણે કહ્યું કે, ભગવાન જગન્નાથની રથયાત્રાની પૂર્વ સંધ્યાએ રાહુલ ગાંધી શનિવારે અમદાવાદ આવી શકે છે.
કોંગ્રેસના એક નેતાએ જણાવ્યું કે, શક્તિસિંહ ગોહિલે રાહુલ ગાંધીને ગુજરાતની મુલાકાત લેવાની અપીલ કરી છે, કારણ કે પોલીસ કોંગ્રેસના નેતાઓની ફરિયાદના આધારે કેસ નોંધી રહી નથી.
2 જુલાઈએ સંસદમાં રાહુલ ગાંધીની ટિપ્પણી બાદ કોંગ્રેસ કાર્યાલયમાં બીજેપી પ્રેર ગુંડાઓએ તોડફોડ કરી હતી. ભાજપ અને આરએસએસ પર નિશાન સાધતા તેમણે કહ્યું હતું કે, જે પોતાને હિંદુ કહે છે તેઓ માત્ર હિંસાની વાત કરે છે. ભાષણના એક દિવસ પછી બજરંગ દળના કાર્યકરોએ અમદાવાદના પાલડીમાં કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવનમાં તોડફોડ કરી હતી.












Click it and Unblock the Notifications
