લોકસભા માટે 'આપ'નું 'મેં ભી આમ આદમી હું' અભિયાન શરૂ

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 5 જાન્યુઆરી: દિલ્હી જીત્યા બાદ હવે આમ આદમી પાર્ટી દેશ જીતવાની તૈયારીમાં લાગી ગયું છે. દિલ્હી વિધાનસભા ચૂંટણી બાદ બુલંદ ઇરાદાઓની સાથે આમ આદમી પાર્ટી હવે લોકસભા માટે મેદાનમાં ઉતરવા માટે તત્પર છે. પાર્ટી 20 રાજ્યોમાં ચૂંટણી લડવાનો વિચાર કરી રહી છે. આના માટે પાર્ટી 10 જાન્યુઆરીથી 'હું પણ આમ આદમી છું' સદસ્યતા અભિયાન ચલાવશે. આ અંતર્ગત 10થી 26 જાન્યુઆરી સુધી સભ્યપદ લેનાર પાસે કોઇ ફીસ લેવામાં આવશે નહીં.

આમ આદમી પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની દિલ્હીમાં મળેલી બે દિવસની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટીના આ અભિયાનની કમાન ગોપાલ રાયને સોંપવામાં આવી છે. આ હેઠળ સભ્યો બનાવવાનું કામ મોટા પાયે થશે. આ અભિયાનનું નામ 'હું પણ અણ્ણા છું'ની જેમ 'હું પણ આમ આદમી છું' રાખવામાં આવ્યું છે.

aap
દિલ્હીમાં મળેલી રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં લોકસભા ચૂંટણી માટે રણનીતિ પણ નક્કી કરવામાં આવી છે. પાર્ટી તરફથી યોગેન્દ્ર યાદવને મીડિયા પ્રભારી બનાવવામાં આવ્યા છે. યોગેન્દ્ર યાદવે જણાવ્યું કે દેશભરમાં લોકોની 'આપ'માં રસ વધ્યો છે. મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાઇ રહ્યા છે. ઉમેદવારો પાસેથી અરજીઓ મગાવવામાં આવી રહી છે. દેશભરમાંથી કોઇ પણ વ્યક્તિ પોતાનું ઉમેદવારી પત્ર 15 જાન્યુઆરી સુધી અથવા ત્યારબાદ પણ મોકલાવી શકે છે. પરંતુ 15 તારીખ સુધી અરજી કરનારાઓને પ્રાથમિકતા આપવામાં આવશે.

લોકસભા ચૂંટણીઓની તૈયારીઓ પર યોગેન્દ્ર યાદવે જણાવ્યું કે નવેસરથી ચૂંટણીની તૈયારીઓ થશે. હરિયાણામાં આમ આદમી પાર્ટી વિધાનસભા ચૂંટણી પણ લડશે. આમ આદમી પાર્ટીના ઉભારની સાથે જ પાર્ટી તરફથી ટિકિટ મેળવનારાઓની સંખ્યામાં ઉભરો થવાનો છે. એવામાં પાર્ટીએ રાષ્ટ્રીય સ્તર પર ચૂંટણી લડવા માટે ત્રણ સભ્યોવાળી નેશનલ કેમ્પેઇન કોર્ડિનેશન કમિટિની રચના કરી છે.

English summary
After Delhi Assembly poll 'AAP' is ready to for Lok Sabha poll.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.