'ઘર વાપસી' બાદ હવે મહારાષ્ટ્રમાં થશે મોટાપાયે ધર્મપરિવર્તન

નવી દિલ્હી (વિવેક શુક્લા): મહારાષ્ટ્રમાં 'ઘર વાપસી'ના જવાબમાં હોમ કમિંગ અભિયાનની શરૂઆત થઇ રહી છે. સત્યશોધક ઓબીસી પરિષદે જણાવ્યું કે તેઓ અન્ય પછાત વર્ગ સાથે જોડાયેલ એક હાજરથી પણ વધારે પરિવારોને આવતા વર્ષની શરૂઆતમાં બૌદ્ધ ધર્મમાં સમાવિષ્ઠ કરશે.

ધર્માંતરણમાં પરવાનગી
પરિષદે દાવો કર્યો છે કે હજારો મરાઠા અને કેટલાંક બ્રાહ્મણ પરિવારોએ આ ધર્માંતરણમાં ભાગ લેવામાં પોતાની હામી ભરી છે. જેના કારણે કુલ લોકોની સંખ્યા લગભગ 6,500 સુધી પહોંચી ગઇ છે.

'ઘર વાપસી' અથવા હોમકમિંગ
પરિષદે આ અભિયાનને ઘર વાપસી અથવા હોમકમિંગનું નામ આપ્યું છે, જે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યક્રમની જેમ છે. જેમાં મુસ્લિમોનું ધર્માંતરણ કરી તેને હિન્દુ ધર્મમાં લાવવા પર ભાર આપવામાં આવી રહ્યો છે.

સત્યશોધક ઓબીસી પરિષદના અધ્યક્ષ હનુમંત ઉપ્રેએ દાવો કર્યો છે કે અમારા લિસ્ટમાં 1677 પરિવાર એવા છે જે બૌદ્ધ ધર્મ અપનાવવા તૈયાર છે. આ લિસ્ટમાં અન્ય પછાત વર્ગની અલગ-અલગ જાતીઓથી લઇને મરાઠા અને બ્રાહ્મણો સુધની જાતિઓનો સમાવેશ થાય છે.

buddha
મુસ્લિમ પરિવાર પણ
પરિષદે દાવો કર્યો કે અહમદનગર જિલ્લામાં રહેનારા 50થી વધારે ઇસાઇ, ત્રણ મુસ્લીમ અને ત્રણ બ્રાહ્મણ પરિવાર બૌદ્ધ ધર્મ અપનાવવા માટે તૈયાર છે. આ લોકોનું કહેવું છે કે પરિષદે જ આ પ્રોગ્રામને ઓબીસીની ઘર વાપસી નામ આપ્યું હતું, કારણ કે તેમનું માનવું છે કે પછાત વર્ગથી જોડાયેલા તમામ લોકો સમ્રાટ અશોકના વંશજ છે. તેમણે જણાવ્યું કે, 'અમે સતત એ માંગ કરી રહ્યા છીએ કે અન્ય પછાત વર્ગ સાથે જોડાયેલ લોકોને અધિકાર આપવામાં આવે.'

તેઓ હિન્દુ ધર્મની પરંપરાઓનો સતત અનુસરણ કરી રહ્યા છે, જ્યારે ધાર્મિક નેતાઓએ તેમને ક્યારેય પણ દિલથી સ્વીકાર નથી કર્યો. ઉપ્રેએ જણાવ્યું કે મહારાષ્ટ્રમાં સરકારી નોકરીઓમાં અન્ય પછાત વર્ગને આપવામાં આવતું આરક્ષણ ધીરે-ધીરે ઘટી રહ્યું છે, કારણ કે મરાઠા ઓબીસી કમ્મુનિટીઝમાં અતિક્રમણ કરી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X