Joshimath sinking: જોશીમઠ પછી હવે ઋષિકેશ, મસૂરી, નૈનીતાલના ઘરોમાં પણ પડવા લાગી તિરાડો
જોશીમઠ પર સંકટ આવ્યા બાદ હવે ઉત્તરાખંડના પહાડી વિસ્તારો ઋષિકેશ, નૈનિતાલ અને મસૂરીમાં પણ ઘરો અને રસ્તાઓ પર તિરાડો પડવા લાગી છે.
Joshimath sinking: જોશીમઠ પર આવેલ સંકટ પછી હવે ઉત્તરાખંડના ઘણા પહાડી શહેરો જેવા કે ઋષિકેશ, મસૂરી, નૈનીતાલ પર પણ જોખમના વાદળો મંડરાઈ રહ્યા છે. આ શહેરોમાં રહેતા નાગરિકોના જણાવ્યા મુજબ ઘરો અને રસ્તાઓ પર પડતી તિરાડોના કારણે તેમના જીવને જોખમ છે. જોશીમઠ સાથે હવે કર્ણપ્રયાગ, ઉત્તરકાશી સહિત હિમાલયી રાજ્યમાં ઘણા અન્ય સ્થળોએ પણ તિરાડો જોવા મળી રહી છે.

જોશીમઠમાં ઘેરાયુ હતુ સંકટ
તમને જણાવી દઈએ કે જાન્યુઆરીની શરૂઆતમાં જ્યારે જોશીમઠમાં કટોકટી વધુ ઘેરી બની હતી ત્યારે જોશીમઠના રહેવાસીઓએ જણાવ્યુ હતુ કે 520 મેગાવોટના તપોવન-વિષ્ણુગઢ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટની હાલમાં નિર્માણાધીન ટનલમાં જલભૃત ફાટ્યા બાદ શહેરની ઇમારતોમાં તિરાડો પહોળી થઇ ગઇ હતી. ભયભીત રહીશોએ કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

ઋષિકેશના અટાલી ગામમાં 85 ઘરોમાં તિરાડો
ઋષિકેશના ઓછામાં ઓછા 85 ઘરોમાં તિરાડો પડી ગઈ છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ઋષિકેશ-કર્ણપ્રયાગ રેલ પ્રોજેક્ટ માટે ચાલી રહેલી રેલવે ટનલને કારણે આ તિરાડો આવી રહી છે. ગ્રામજનોએ જણાવ્યુ કે તમામ ઘરો અને ખેતરોમાં તિરાડો પડી ગઈ છે. ટિહરી ગઢવાલ, ખાસ કરીને ચંબામાં અને તેની આસપાસના અન્ય વિસ્તારોમાં તિરાડો અને ભૂસ્ખલન થાય છે. મોટાભાગના અસરગ્રસ્ત ઘરો ચંબાના સેન્ટ્રલ માર્કેટ વિસ્તારમાં ચાર ધામ રોડ પ્રોજેક્ટ માટે બનાવવામાં આવી રહેલી 440-મીટર લાંબી ટનલની નજીક છે.

કર્ણપ્રયાગમાં પણ લોકો પરેશાન
જોશીમઠથી 80 કિમી દૂર સ્થિત કર્ણપ્રયાગના સ્થાનિક લોકો પણ ચિંતિત છે. લોકોને ચિંતા છે કે તેમના શહેરની હાલત પણ જોશીમઠ જેવી જ થઈ જશે કારણ કે ત્યાં હજુ પણ બે પ્રોજેક્ટ, ઋષિકેશ-કર્ણપ્રયાગ રેલ લાઇન અને ચાર ધામ ઓલ-વેધર રોડ માટે બાંધકામનુ કામ ચાલી રહ્યુ છે. આ પ્રોજેક્ટ ગંગોત્રી, યમુનોત્રી, બદ્રીનાથ અને કેદારનાથના ચાર ધામ મંદિરોમાં પ્રવેશને સુધારવા માટે બનાવવામાં આવ્યો છે. એક ડઝનથી વધુ પરિવારોને મ્યુનિસિપલ કાઉન્સિલના 'રેન શેલ્ટર્સ'માં ઘણી રાતો વિતાવવાની ફરજ પડી હતી. આ સમય દરમિયાન અધિકારીએ વિસ્તારની મુલાકાત લીધી અને જોયુ કે ઘણા મકાનોમાં નોંધપાત્ર તિરાડો પડી ગઈ હતી અને તે અસ્થિર હતા.

લોકોના ઘર લટકી રહ્યા છે
બદ્રીનાથ હાઈવે પર આવેલા બહુગુણા નગરમાં કેટલાક મકાનોની છત ખતરનાક રીતે લટકી રહી છે અને વીસથી વધુ મકાનોમાં તિરાડો પડી ગઈ છે. રહેવાસીઓ દાવો કરે છે કે મોટા પાયે બાંધકામ પ્રવૃત્તિ, ચાર ધામ રોડ પ્રોજેક્ટ માટે ટેકરીઓનુ કટીંગ અને વસ્તીના દબાણે અલકનંદા અને પિંડાર નદીઓના સંગમ પર સ્થિત આ અનોખા શહેરમાં પહેલેથી જ મુશ્કેલ પરિસ્થિતિને જટિલ બનાવી દીધી છે.

મસૂરી અને નૈનિતાલના લોકો પણ ચિંતામાં
મસૂરીના લંઢોર બજારના જે એક સદીથી વધુ જૂનુ છે, દાવો કરે છે કે રસ્તાના એક ભાગમાં ધીમે ધીમે તિરાડો દેખાઈ રહી છે, જે પહોળી થઈ રહી છે. સ્થાનિકોનો અંદાજ છે કે હાલમાં 500થી વધુ લોકો એવા છે જેઓ સંવેદનશીલ વિસ્તારોમાં રહે છે. માર્કેટની 12 દુકાનો ખાલી કરવામાં આવી છે. એ જ રીતે, નૈનિતાલમાં લોઅર મૉલ રોડ 2018માં ફ્રેક્ચર થવાનુ શરૂ થયુ અને તેનો કેટલોક ભાગ ઝીલમાં ડૂબવા લાગ્યો. સમારકામ કરી દેવામાં આવ્યુ હોવા છતાં હવે ફરીથી તિરાડો પડી ગઈ છે અને રોડનો એક ભાગ ફરીથી ધસી પડવા લાગ્યો છે.












Click it and Unblock the Notifications
