મહારાષ્ટ્ર બાદ ભાજપ શાસિત રાજ્યો પર શિવસેનાની નજર, સંજય રાઉતે કર્યો મોટો દાવો

મહારાષ્ટ્ર બાદ ભાજપ શાસિત આ રાજ્ય પર શિવસેનાની નજર, સંજય રાઉતે કર્યો મોટો દાવો

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં સૌથી વધુ સીટ હાંસલ કરવા છતાં ભારતીય જનતા પાર્ટીની સરકાર ચાર દિવસ પણ ના ચાલી શકી અને બહુમતના અભાવમાં દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું. જે બાદ ગુરુવારે રાજ્યમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપીના ગઠબંધનની સરકારનું ગઠન થઈ ગયું છે. મુંબઈના શિવાજી સ્ટેડિયમમાં ત્રણ પાર્ટીઓના ગઠબંધનના નેતા તરીકે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદના શપથ લીધા. મહારાષ્ટ્રમાં સરકાર ગઠન બાદ શિવસેના સાંસદ સંજય રાઉતે હવે એકવાર ફરી ભાજપ શાસિત રાજ્યોમાં મોટા ઉલટફેરના સંકેત આપ્યા છે.

મહારાષ્ટ્ર બાદ ગોવાનો નંબર

મહારાષ્ટ્ર બાદ ગોવાનો નંબર

જણાવી દઈએ કે મહારાષ્ટ્ર બાદ હવે ભાજપ શાસિત ગોવા પર શિવસેનાની નજર છે. શુક્રવારે મીડિયા સાથે વાત કરતાં સંજય રાઉતે કહ્યું કે, 'ગોવા ફોરવર્ડ પાર્ટીના અધ્યક્ષ અને પૂર્વ સીએમ વિજઈ સરદેસાઈ ત્રણ ધારાસભ્યો સાથે શિવસેના સાથે ગઠબંધન કરી રહ્યા છે. જેવી રીતે મહારાષ્ટ્રમાં થયું તેવી જ રીતે ગોવામાં પણ એક નવો રાજનૈતિક મોરચો જન્મ લઈ રહ્યો છે. જલદી જ ગોવામાં પણ તમને એક ચમત્કાર જોવા મળશે. જે આખા દેશમાં થશે. મહારાષ્ટ્ર બાદ હવે ગોવાનો નંબર છે અને તે બાદ અમે બાકી રાજ્યોમાં જશું. આ દેશમાં અમે એક બિન-ભાજપી રાજકીય મોરચો બનાવવા માંગીએ છીએ.'

મહારાષ્ટ્રમાં થયું તે ગોવામાં પણ થવું જોઈએ

મહારાષ્ટ્રમાં થયું તે ગોવામાં પણ થવું જોઈએ

જ્યારે ચૂંટણી એફિડેવિટમાં બે અપરાધિક મામલાની જાણકારી છૂપાવવાના આરોપમાં પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસને ઈસ્યૂ થયેલ સમનના મામલા પર સવાલનો જવાબ આપતા સંજય રાઉતે કહ્યું કે, 'મને ખબર નથી. અમે લોકો હાલ ગોવાની રાજનીતિમાં વ્યસ્ત છીએ. મહારાષ્ટ્રની રાજનીતિ ખતમ.' ત્યારે સંજય રાઉતના નિવેદન બાદ ગોવા ફોરવર્ડ પાર્ટીના અધ્યક્ષ વિજઈ સરદેસાઈએ કહ્યું કે, 'ઘષણા કરીને સરકારો નથી બદલતી. બધું જ અચાનક થાય છે. મહારાષ્ટ્રમાં જે થયું, તે ગોવામાં પણ હોવું જોઈએ. અમે સંજય રાઉતને મળ્યા છીએ.'

ગોવામાં હાલ ભાજપની સરકાર

ગોવામાં હાલ ભાજપની સરકાર

જણાવી દઈએ કે ગોવામાં વિધાનસભાની 40 સીટ છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં અહીં કોંગ્રેસ 17 સીટ જીતી સૌથી મોટી પાર્ટી બની ગઈ હતી, જ્યારે ભાજપના ખાતામાં 13 સીટ જ ગઈ હતી. કોંગ્રેસ રાજ્યમાં સરકાર બનાવવાની તૈયારી કરી રહી હતી કે તેના 10 ધારાસભ્યો ટૂટીને ભાજપ સાથે ચાલ્યા ગયા અને 27 ધારાસભ્યોના સમર્થન સાથે ભાજપે ગોવામાં સરકાર બનાવી લીધી. ગોવામાં મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટી, ગોવા ફોરવર્ડ પાર્ટી અને અપક્ષના ખાતામાં 3-3 સીટ છે. એનસીપીના કબ્જામાં એક સીટ છે.

વિરોધી દળના નેતા ચૂંટાવા બદલ ફડણવેસને શુભકામના

વિરોધી દળના નેતા ચૂંટાવા બદલ ફડણવેસને શુભકામના

અગાઉ સંજય રાઉતે ટ્વીટ કરી મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર પણ પ્રહાર કર્યો હતો. સંજય રાઉતે ટ્વીટ કરીને કહ્યું કે, 'મહારાષ્ટ્રમાં વિરોધી પક્ષ જ નહિ રહે, આ દાવો કરનાર પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને વિરોધી દળના નેતા ચૂંટાવા પર હાર્દિક શુભકામના..' બીજા એક ટ્વીટમાં સંજય રાઉતે કહ્યું કે- અમે શતરંજમાં કંઈક એવો કમાલ કરીએ છીએ કે બસ પ્યાદાં જ રાજાને માત આપી દે છે. મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ ઘોષિત થયા બાદથી જ સંજય રાઉત ભાજપ પર સતત ટ્વીટ કરી નિશાન સાધી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X