ફરીથી ઘેરાયા સિદ્ધુ હવે વિંગ કમાંડર અભિનંદન વિશે આપ્યુ નિવેદન

સિદ્ધુએ પાકિસ્તાનની કેદમાંથી છૂટીને આવેલ વિંગ કમાંડર અભિનંદન વર્તમાન વિશે એવુ નિવેદન આપ્યુ જેના માટે સિદ્ધુ એક વાર ફરીથી વિરોધીઓના નિશાના પર આવી ગયા છે.

જમ્મુ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકી હુમલા બાદ નિવેદન આપીને ઘેરાયલે કોંગ્રેસ નેતા અને પંજાબના મંત્રી નવજોત સિંહ સિદ્ધુ સાથે વિવાદો ખતમ થવાનું નામ જ નથી લઈ રહ્યા. પોતાના નિવેદન બાદ સોશિયલ મીડિયા અને વિરોધીઓના નિશાના પર આવેલા સિદ્ધુએ હવે ફરીથી એકવાર આવુ નિવેદન આપ્યુ છે જેના પર વિવાદ ઉભો થઈ ગયો છે. વાસ્તવમાં રવિવારે નવજોત સિંહ સિદ્ધુ પંજાબના અમૃતસરમાં આયોજિત એક કાર્યક્રમમાં હિસ્સો લેવા પહોંચ્યા હતા. અહીં સિદ્ધુએ પાકિસ્તાનની કેદમાંથી છૂટીને આવેલ વિંગ કમાંડર અભિનંદન વર્તમાન વિશે એવુ નિવેદન આપ્યુ જેના માટે સિદ્ધુ એક વાર ફરીથી વિરોધીઓના નિશાના પર આવી ગયા છે.

જાણો સિદ્ધુએ શું કહ્યુ?

જાણો સિદ્ધુએ શું કહ્યુ?

નવજોત સિંહ સિદ્ધુએ રવિવારે અમૃતસરમાં આયોજિત એક કાર્યક્રમમાં કહ્યુ, ‘જો ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ નહિ જળવાય તો અભિનંદન જેવી ઘટનાઓ ફરીથી સામે આવશે. અમે ઈચ્છીએ છીએ કે ભારત માનો કોઈ પણ પુત્ર પોતાના સ્વજનોથી વિખૂટો ન પડે. બંને દેશો વચ્ચે આજે જે પણ તણાવનો માહોલ ચાલી રહ્યો છે. જો તે આ જ રીતે ચાલુ રહ્યો તો વિંગ કમાંડર અભિનંદન જેવી ઘટનાઓ ફરીથી સામે આવી શકે છે. જો આ તણાવ ચાલુ રહ્યો તો બંને દેશ એ રસ્તે આગળ વધી જશે જ્યાંથી પાછા આવવુ મુશ્કેલ બની જશે. હું આજે પણ મારી એ વાત પર અડગ છુ કે અમુક લોકોની કાયર હરકત માટે આખા દેશ કે તેની જનતાને દોષી ન ગણી શકાય.' પોતાના નિવેદન અંગે સિદ્ધુ એક વાર ફરીથી વિરોધીઓના નિશાન પર આવી ગયા છે.

અભિનંદનની મુક્તિ પર જાહેર કર્યુ નિવેદન

અભિનંદનની મુક્તિ પર જાહેર કર્યુ નિવેદન

તમને જણાવી દઈએ કે આ પહેલા ભારતીય વાયુસેનાના વિંગ કમાંડર અભિનંદન વર્તમાનને મુક્ત કરવાના પાકિસ્તાનના એલાન બાદ નવજોત સિંહ સિદ્ધુએ ફરીથી પાકિસ્તાન સાથે વાતચીત દ્વારા સમસ્યા ઉકેલવા પર જોર આપ્યુ હતુ. ‘આપણી પાસે એક વિકલ્પ છે' શીર્ષક દ્વારા જાહેર કરાયેલા પોતાના બે પાનાંના નિવેદનમાં નવજોત સિંહ સિદ્ધુએ કહ્યુ, ‘હું પોતાના એ વિશ્વાસ સાથે દ્રઢતાથી ઉભો છુ કે સીમાની અંદર અને બહાર ચાલતા આતંકી સંગઠનોની ઉપસ્થિતિ અને ગતિવિધિઓનું દીર્ઘકાલિન સમાધાન શોધવામાં વાતચીત અને કૂટનીતિક દબાણ મહત્વની ભૂમિકા નિભાવી શકે છે. આતંકનું સમાધાન શાંતિ, વિકાસ અને પ્રગતિ છે નહિ કે બેરોજગારી, નફરત અને ડર.'

આઘાત પહોંચાડવાની તૈયારીમાં બંને રણનીતિકાર

આઘાત પહોંચાડવાની તૈયારીમાં બંને રણનીતિકાર

નવજોત સિંહ સિદ્ધુએ કહ્યુ, ‘આજે સીમાની બંને તરફ રણનીતિકાર એકબીજાને આઘાત પહોંચાડવાની તૈયારીમાં છે. તેમને લાગે છે કે એકબીજાને નુકશાન પહોંચાડીને તે પોતાને સુરક્ષિત રાખી શકે છે પરંતુ આ મૃગ તૃષ્ણા જેવુ છે. છેલ્લા કેટલાંક વર્ષોમાં અનિચ્છીત ડર આપણી વચ્ચે પગ જમાવી રહ્યો છે. આ ડર છે આતંકનો, મોતનો, અસુરક્ષાના ભાવનો. દેશમાં અમુક લોકો માટે હવે ડરવાનું કોઈ કારણ બચ્યુ નથી કારણકે તેમનો ડર હવે હકીકતનું સ્વરૂપ લઈ ચૂક્યો છે. શહીદોના પરિવારોના ચહેરા પર પણ મે આ ડર જોયો અને અનુભવ્યો છે. ડર માત્ર ડરને જ જન્મ આપે છે. આજે દેશમાં દરેક જગ્યાએ ડરનો માહોલ છે. બીજાને નુકશાન પહોંચાડવાની વાત વિચારવી સરળ છે પરંતુ આ વિચાર આપણને સુરક્ષિત ન કરી શકે.'

મારી સાચી દેશભક્તિની ઓળખ મારુ સાહસ

મારી સાચી દેશભક્તિની ઓળખ મારુ સાહસ

સિદ્ધુએ આગળ કહ્યુ, ‘હું એક સ્વાતંત્ર્ય સેનાનીનો પુત્ર છુ, જે આ ડર સામે છાતી કાઢીને ઉભો છે. એ ડર જેના કારણે આજે ઘણા લોકો મૌન ધારણ કરીને બેઠા છે. હું મારા સિદ્ધાંતો પર સંપૂર્ણપણે અડગ છુ કે અમુક લોકોના ખોટા કામોના કારણે આખા સમુદાયને ખોટા ન ઠેરવી શકાય. હાલમાં જ આપણમા પ્રધાનમંત્રીએ પણ કહ્યુ છે કે આપણી લડાઈ આતંકવાદ અને માનવતાના દુશ્મનો સામે છે. આપણી લડાઈ કાશ્મીર માટે છે નહિ કે કાશ્મીરીઓ સામે. વિદેશ મંત્રીનું પણ કહેવુ હતુ કે આપણી લડાઈ પાકિસ્તાન સામે નથી. આપણી લડાઈ આતંકવાદ અને તેને પ્રોત્સાહન આપતા વિચારો સામે છે.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X