For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આર્ટિકલ 370 હટાવ્યા બાદ અમેરિકાની પહેલી પ્રતિક્રિયા, પાકિસ્તાનનું નામ પણ ન લીધુ

અમેરિકા તરફથી અપીલ કરવામાં આવી છે કે બધા પક્ષકાર તરફથી લાઈન ઑફ કંટ્રોલ પર શાંતિ અને સ્થિરતા જાળવી રાખો.

|
Google Oneindia Gujarati News

જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતા અનુચ્છેદ 370 અને 35એને ખતમ કરાયા બાદ ઘાટીમાં માહોલ સતત તણાવપૂર્ણ બનેલો છે. આ દરમિયાન અમેરિકા તરફથી અપીલ કરવામાં આવી છે કે બધા પક્ષકાર તરફથી લાઈન ઑફ કંટ્રોલ પર શાંતિ અને સ્થિરતા જાળવી રાખો. અમેરિકા તરફથી કહેવામાં આવ્યુ છે કે તે આખી સ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે અમેરિકા તરફથી પાકિસ્તાનનું નામ લેવામાં આવ્યુ નથી. પાકિસ્તાનનું નામ લીધા વિના વિદેશ મંત્રાલયના પ્રવકતા મોર્ગન ઓર્ટાગસે કહ્યુ કે અમે બધા પક્ષકારોને એલઓસી પર શાંતિ અને સ્થિરતા જાળવાની રાખવાની અપીલ કરીએ છીએ.

પાકે નિર્ણયને ફગાવ્યો

પાકે નિર્ણયને ફગાવ્યો

વળી, પાકિસ્તાને ભારતના નિર્ણને ધરમૂળથઈ ફગાવીને તેની ટીકા કરી છે. પાકિસ્તાને ભારત સરકારના નિર્ણયને ફગાવતા કહ્યુ કે તે બધા સંભવિત વિકલ્પ પર વિચાર કરી રહી છે જેનાથી ભારત સરકારને જવાબ આપી શકાય. પાકિસ્તાને ભારત સરકારને નિર્ણયને ગેરકાયદેસર એકપક્ષીય ગણાવ્યુ છે. તમને જણાવી દઈએ કે સોમવારે ગૃહમંત્રી અમિત શાહે આર્ટિકલ 370 અને 35એને ખતમ કરવાનું એલાન કર્યુ હતુ.

સ્થિતિ પર નજર

સ્થિતિ પર નજર

ઓર્ટાગસે કહ્યુ કે અમે જમ્મુ કાશ્મીરની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. અમે ભારતના નિર્ણયને ધ્યાનમાં લીધો છે જેમાં બંધારણ દ્વારા જમ્મુ કાશ્મીરને આપેલા વિશેષ અધિકારને ખતમ કરી દેવામાં આવ્યો છે અને જમ્મુ કાશ્મીરને બે યુનિયન ટેરિટરીઝમાં વહેંચી દેવામાં આવ્યુ છે. આ પહેલા વિદેશ મંત્રીએ બધી પી5 દેશોને ભારત સરકારના નિર્ણય વિશે અવગત કરાવ્યા. પી5 દેશોમાં અમેરિકા, યુકે, ચીન, ફ્રાંસ અને રશિયા શામેલ છે. ઓર્ટાગસે જણાવ્યુ કે ભારતે જમ્મુ કાશ્મીરના મુદ્દાને સંપૂર્ણપણે આંતરિક મુદ્દો ગણાવ્યો છે.

ભારે સુરક્ષા

ભારે સુરક્ષા

જો કે ઓર્ટાગસે જમ્મુ કાશ્મીરમાં માનવાધિકારોના હનન પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યુ કે અમે જમ્મુ કાશ્મીરમાં લોકોને બંધક બનાવવા વિશે ચિંતિત છે. અમે અપીલ કરીએ છીએ કે લોકોના વ્યક્તિગત અધિકારનું સમ્માન થાય, આ નિર્ણયથી પ્રભાવિત લોકો સાથે ચર્ચા કરવામાં આવે. અનુચ્છેદ 370 હટાવવાના એલાન બાદ હવે રાજ્યના બધા ભાગોમાં કડક ચોક્સાઈ વર્તવામાં આવી રહી છે. જમ્મુમાં પોલિસ અને સુરક્ષા એજન્સીઓની નજર શંકાસ્પદ અને અસામાજિક તત્તવો પર છે. જમ્મુ શહેર સહિત આ ભાગના 10 જિલ્લાઓમાં સાવચેતી રૂપે કલમ 144 લગાવી દેવામાં આવી છે પરંતુ શહેરને કાશ્મીર અને દેશના બીજા ભાગોથી જોડતા રાષ્ટ્રીય રાજમાર્ગો પર વાહનવ્યવહાર ચાલુ છે.

આ પણ વાંચોઃ #Article370: તો આ છે જમ્મુ કાશ્મીરમાંથી 370 હટાવવાનું કારણઆ પણ વાંચોઃ #Article370: તો આ છે જમ્મુ કાશ્મીરમાંથી 370 હટાવવાનું કારણ

English summary
After removal of article 370 America appeals to maintain peace does not name PAkistan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X