મધુમિતાના હત્યારા અમરમણિની દીકરીને કોંગ્રેસે પણ આપી ટિકિટ, કેમ?
મધુમિતાના હત્યારા અમરમણિની દીકરીને કોંગ્રેસે પણ આપી ટિકિટ
નવી દિલ્હીઃ કોંગ્રેસે ગુરુવારે મોડી રાત્રે પોતાના ઉમેદવારોની એક યાદી જાહેર કરી છે, જેમાં સૌથી ચોંકાવનારી વાત સામે આવી છે, મધુમતિ હત્યાકાંડમાં સજા કાપી રહેલ અમરમણિ ત્રિપાઠીની દીકરી તનુશ્રી ત્રિપાઠીને કોંગ્રેસે મહારાજગંજ લોકસભા સીટ પરથી ટિકિટ આપી છે, આ ચોંકાવનારી વાત એટલા માટે છે કેમ કે તનુશ્રી ત્રિપાઠીને મહારાજગંજથી ટિકિટ અમરમણિના બહુ નજીકના શિવપાલ યાદવે આપી છે, તેમણે પોતાની પાર્ટી પ્રગતિશીલ સમાજવાદી પાર્ટીની પહેલી યાદીમાં જ તનુશ્રી ત્રિપાઠીને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા.

શિવપાલ સાથે નહિ કોંગ્રેસ સાથે છે તનુશ્રી?
જો કે આ બાબતે કોંગ્રેસ કે શિવપાલ યાદવ તરફથી કોઈપણ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું નથી પરંતુ તનુશ્રી ત્રિપાઠીના ભાઈ અમનમણિ ત્રિપાઠીએ એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરતા કહ્યું કે તનુશ્રી, કોંગ્રેસની જ ટિકિટ પરથી મહારાજગંજથી ચૂંટણી લડશે, જો કે હજુ તેમણે સત્તાવાર રીતે કોંગ્રેસ જોઈન નથી કર્યું અને ન તો શિવપાલ યાદવની પાર્ટીને છોડી છે.

તનુશ્રી ત્રિપાઠીએ લંડનથી અભ્યાસ કર્યો
આમ તો અમરમણિ ત્રિપાઠી, યુપી કોંગ્રેસમાં મંત્રી રહી ચૂક્યા છે અને આ સમયે મધુમિતા શુક્લા હત્યાકાંડમાં દોષી કરાર આપ્યા હોવાના કારણે જેલમાં છે, પોતાના પિતાથી રાજનીતિ સીખનાર તનુશ્રી ત્રિપાઠીનો જન્મ 11 જાન્યુઆરી 1990ના રોજ ગુરખપુરમાં થયો હતો, નૈનીતાલની સેન્ટ મેરી કૉન્વેંટ સ્કૂલથી સ્કૂલનો અભ્યાસ કરનાર તનુશ્રીએ સ્નાતક દિલ્હી યૂનિવર્સિટીથી અને અનુસ્નાતક યૂનિવર્સિટી ઑફ લંડનથી કર્યું છે.

શું સફળ થશે કોંગ્રેસ?
તેમના ભાઈ અમનમણિ ત્રિપાઠી પણ નૌતનવાં વિધાનસભા સીટથી નિર્દળીય ધારાસભ્ય છે, તેમનું કહેવું છે કે તેઓ ટિકિટ માંગવા નહોતાં ગયાં, આ સીટ પરથી ચૂંટણી લડવા માટે ખુદ તેમને પસંદ કરવામાં આવ્યાં.
હૈમરાઝગંજ છે ભાજપનો ગઢ
ઉલ્લેખનીય છે કે મહારાજગંઝથી ભાજપના પંકજ ચૌધરી સાંસદ છે અને આ વિસ્તાર રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો ગઢ માનવામાં આવે છે, એવામાં શું તનુશ્રી ત્રિપાઠી અહીંના લોકોનો વિશ્વાસ જીતવામાં સફળ થઈ શકશે, આ વાત તો 23મેના રોજ જ જાણી શકાશે, જે દિવસે ચૂંટણી પરિણામ આવશે.












Click it and Unblock the Notifications
