ચંદ્રયાન 2ની નિષ્ફળતા બાદ ઈસરોએ આ 5 બદલાવ કરીને સફળતા મેળવી, જાણો ક્યાં ક્યાં ફેરફાર કરાયા?

ભારતની અવકાસ સંશોધન સંસ્થા ઈસરો તેની ભુલોમાંથી શીખીને મોટી સફળતા મેળવવા માટે જાણીતી છે. ક્યારેક સાયકલ પર રોકેટ લઈને લોંચ પેડ સુધી પહોંચનારૂ ઈસરો હવે ચાંદ પર પહોંચી ગયુ છે. આ સફળતા પાછળ પણ ભુલોમાંથી લીધેલી મહત્વની શીખ જ છે.

ઈસરોનું ચંદ્રયાન 2 મિશન લેન્ડિંગ દરમિયાન ચાંદની ધરતી પર ટકરાઈને ભાંગી પડ્યુ હતું. આ મિશન સફળ થયુ હોય તો ઈસરો પહેલા પ્રયાસમાં જ ચાંદના સાઉથ પોલ પર પહોંચનારો દેશ બની ગયો હોત. જો કે તેમ ન થયુ.

Chandrayaan-3

આ સ્થિતી બાદ આજે આપણે જાણવામા છીએ કે ચંદ્રયાન-2ના અસફળ લેન્ડિંગ પછી વૈજ્ઞાનિકોએ ચંદ્રયાન-3 મિશનમાં શું ફેરફારો કર્યા અને આટલી મોટી સફળતા મેળવી. વૈજ્ઞાનિકો અનુસાર, 5 સુધારાએ ભારતને અવકાશમાં સુપર પાવર બનાવી દીધુ.

ચંદ્રયાન-3 ઓર્બિટર વગર જ રવાના કરાયુ
ચંદ્રયાન-2ની જેમ જ ચંદ્રયાન-3માં પણ લેન્ડર અને રોવર છે પરંતુ તેમાં ઓર્બિટર સામેલ નહોતું કરાયુ. તેને ઓર્બિટર વગર લોન્ચ કરવામાં આવ્યું હતું. ઓર્બિટર ગ્રહ અથવા ઉપગ્રહની આસપાસ ફરે છે અને તેને લગતી માહિતી સ્પેસ સ્ટેશન સુધી પહોંચાડે છે.

કુલ 5 એન્જિન લગાવાયા
ચંદ્રયાન-2ના લેન્ડરમાં પાંચ એન્જિન હતા તો આ વખતે તેનું વજન ઘટાડવા માટે ચંદ્રયાન-3માં ચાર એન્જિન લગાવવામાં આવ્યા છે. ચંદ્રયાન-3 માં લેસર ડોપ્લર વેલોમેટ્રી સાથે ચાર એન્જિન લગાવવામાં આવ્યા હતા. જેનો ઉદ્દેશ્ય ચંદ્ર ઉતરાણના તમામ તબક્કા દરમિયાન તેની ઊંચાઈ અને દિશાને નિયંત્રિત કરવાનો હતો.

લેન્ડરના લેગ્સ વધુ મજબૂત કરાયા
ચંદ્રયાન-3 ને કોઈપણ પ્રતિકૂળ સ્થિતીથી બચાવવા તેના લેગ્સને મજબૂત બનાવવામાં આવ્યા હતા. આમાં વધુ સાધનો, અપડેટેડ સોફ્ટવેર અને મોટી ઇંધણ ટેંક હતી. આ એટલા માટે કરવામાં આવ્યું હતું કે જો છેલ્લી ઘડીમાં કોઈ ફેરફાર કરવો પડે તો આ ઉપકરણો મહત્વનો ભાગ ભજવી શકે.

લેન્ડિંગ માટે વધુ જગ્યાની પસંદગી
ચંદ્રયાન-2માંથી શીખીને ઈસરોએ ચંદ્રયાન-3માં કરેલા મોટા ફેરફારમાં એક ફેરફાર લેન્ડિંગની જગ્યાની પસંદગી પણ હતો. ચંદ્રયાન-2ના લેન્ડિંગ માટે જે વિસ્તાર નક્કી કરવામાં આવ્યો તેમાં નોંધપાત્ર વધારો કરાયો હતો. લેન્ડિંગ માટે લગભગ 10 ચોરસ કિલોમીટરનો વિસ્તાર નક્કી કરવામાં આવ્યો હતો.

લેન્ડરને વૈકલ્પિક લેન્ડિંગથી સજ્જ કરાયુ
ઈસરોએ પરીક્ષણ દરમિયાન નિર્ણય લીધો હતો કે જો એક જગ્યા લેન્ડિંગ માટે યોગ્ય નથી તો તેને બીજી જગ્યાએ લેન્ડ કરવામાં આવશે. ચંદ્રયાન-3ને લક્ષ્ય સ્થળથી આગળ અને પાછળ લઈ જવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. તે એક કિલોમીટરની ત્રિજ્યામાં સુરક્ષિત રીતે ઉતરી શકે તેની પણ ખાસ કાળજી લેવામાં આવી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X