રાજીનામા પછી ફિલ્મ જોતા રાહુલ ગાંધીનો વીડિયો વાયરલ

કોંગ્રેસ અધ્યક્ષ પદથી રાજીનામુ આપ્યા પછી આખરે રાહુલ ગાંધીનો એક નવી વીડિયો હાલમાં સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

કોંગ્રેસ અધ્યક્ષ પદથી રાજીનામુ આપ્યા પછી આખરે રાહુલ ગાંધીનો એક નવી વીડિયો હાલમાં સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં રાહુલ ગાંધીને દિલ્હીના એક મલ્ટીપ્લેક્સમાં અનુભવ સિન્હાના નિર્દેશનમાં બનેલી ફિલ્મ આર્ટિકલ 15 જોતા રેકોર્ડ કરવામાં આવ્યા છે. આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: રાહુલ ગાંધીના રાજીનામા પર પ્રિયંકા ગાંધીની પ્રતિક્રિયા સામે આવી

પોપકોર્ન ખાતા ફિલ્મને એન્જોય કરી

રાહુલ ગાંધીનો જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તે દિલ્હીના પીવીઆર ચાણક્યનો છે. અહીં તેઓ આયુષ્માન ખુરાનાની ફિલ્મ આર્ટિકલ 15 જોવા માટે પહોંચ્યા હતા. આ વીડિયોમાં રાહુલ ગાંધી સફેદ પેન્ટ અને શર્ટમાં પોપકોર્ન ખાતા ફિલ્મનો આનંદ લઇ રહ્યા છે. આ ફિલ્મ ભારતના જાતીય ભેદભાવ પર બનાવવામાં આવી છે. આ વીડિયોમાં સિનેમા હોલમાં હાજર એક બીજા દર્શકે પોતાના મોબાઈલમાં રેકોર્ડ કર્યો છે.

આયુષ્માન ખુરાનાએ મુખ્ય ભૂમિકા નિભાવી

આયુષ્માન ખુરાનાએ મુખ્ય ભૂમિકા નિભાવી

આર્ટિકલ 15 ફિલ્મમાં આયુષ્માન ખુરાના એક આઇપીએસ ઓફિસરનો રોલ નિભાવી રહ્યા છે, જેઓ દલિત છોકરીઓના ઉત્પીડનની તપાસ કરી રહ્યા છે. આ ફિલ્મ બતાવે છે કે આ ઓફિસરને પોતાના કામમાં કઈ રીતે સમાજના જાતિવાદનો સામનો કરવો પડે છે. આપને જણાવી દઈએ કે બુધવારે રાહુલ ગાંધીએ પોતાના પદથી રાજીનામુ આપી દીધું હતું.

મોટી કમાણી કરી રહી છે ફિલ્મ

આર્ટિકલ 15 ફિલ્મ 28 જૂને રિલીઝ થઇ છે અને બોક્સઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે. આ ફિલ્મે અત્યારસુધીમાં બોક્સઓફિસ પર 31.16 કરોડ કરતા પણ વધારે કમાણી કરી લીધી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X