Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

રાહુલ ગાંધીના રાજીનામા પર પ્રિયંકા ગાંધીની પ્રતિક્રિયા સામે આવી

રાહુલ ગાંધીના કોંગ્રેસ અધ્યક્ષ પદથી રાજુનામુ આપ્યા પછી પાર્ટીના વરિષ્ઠ નેતા અને ગાંધી પરિવારના ખુબ જ નજીકના મોતી લાલા વોહરાને અંતરિમ અધ્યક્ષ બનાવવાની ચર્ચા તેઝ થઇ ચુકી છે.

રાહુલ ગાંધીના કોંગ્રેસ અધ્યક્ષ પદથી રાજુનામુ આપ્યા પછી પાર્ટીના વરિષ્ઠ નેતા અને ગાંધી પરિવારના ખુબ જ નજીકના મોતી લાલા વોહરાને અંતરિમ અધ્યક્ષ બનાવવાની ચર્ચા તેઝ થઇ ચુકી છે. બુધવારે રાહુલ ગાંધીએ પોતાની વાત રજુ કરતા કહ્યું હતું કે કોંગ્રેસે હવે નવા અધ્યક્ષની પસંદગી કરી લેવી જોઈએ. હું હવે પાર્ટી અધ્યક્ષ નથી, મેં રાજીનામુ આપી દીધું છે. જયારે બીજી બાજુ રાહુલ ગાંધીના રાજીનામાં પર તેમની બહેન અને પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધીનું પણ નિવેદન સામે આવ્યું છે.

આ પણ વાંચો: રાહુલ ગાંધીના રાજીનામાના સવાલ પર સ્મૃતિ ઈરાની બોલ્યાં- જય શ્રી રામ

પ્રિયંકા ગાંધીએ ટવિટ કર્યું

પ્રિયંકા ગાંધીએ ટવિટ કર્યું

પ્રિયંકા ગાંધીએ ટવિટ કરતા કહ્યું કે, રાહુલ ગાંધી તમે જે કર્યું તેની હિમ્મત ખુબ જ ઓછા લોકોમાં હોય છે, તમારા નિર્ણયનું સમ્માન કરીયે છે. રાહુલ ગાંધીએ બુધવારે અધ્યક્ષ પદથી રાજીનામુ આપતા કહ્યું કે તેઓ લોકસભા ચૂંટણીમાં પાર્ટીને મળેલી હારની જવાબદારી લે છે. આ કારણે તેમને અધ્યક્ષ પદથી રાજીમાંનું આપી દીધું છે.

રાહુલ ગાંધીએ અધ્યક્ષ પદથી રાજીનામુ આપ્યું

રાહુલ ગાંધીએ અધ્યક્ષ પદથી રાજીનામુ આપ્યું

બુધવારે રાહુલ ગાંધી એ મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે પાર્ટીએ વધારે મોડું કર્યા વિના નવા અધ્યક્ષ પર ખુબ જ જલ્દી નિર્ણય લેવો જોઈએ. હું આ પ્રક્રિયામાં ક્યાંય પણ નથી. મેં પહેલાથી મારુ રાજીનામુ આપી દીધું છે. હું હવે પાર્ટીનો અધ્યક્ષ નથી. સીડબ્લયુસી ઘ્વારા જલ્દી બેઠક બોલાવીને તેના પર નિર્ણય લેવો જોઈએ. તેમને કહ્યું કે કોંગ્રેસ સમિતિની બેઠક ક્યારે બોલાવવી તેના વિશે પણ સમિતિના સદસ્યો જ નક્કી કરશે. હું બેઠક નહીં બોલાવું.

મોતી લાલ વોહરા નવા અંતરિમ અધ્યક્ષ બની શકે છે

મોતી લાલ વોહરા નવા અંતરિમ અધ્યક્ષ બની શકે છે

આપને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણી 2019 દરમિયાન કોંગ્રેસની શર્મનાક હાર પછી રાહુલ ગાંધીએ અધ્યક્ષ પદથી રાજીનામુ આપી દીધું અને કહ્યું કે ગાંધી પરિવારથી બહારના કોઈને અધ્યક્ષ બનાવવામાં આવે. કોંગ્રેસના તમામ નેતાઓ અને કાર્યકર્તાઓના ઘણા સમજાવ્યા પછી પણ રાહુલ ગાંધી પોતાના નિર્ણય પર અટલ છે. રાહુલ ગાંધીના રાજીનામાં પછી પાર્ટીના વરિષ્ઠ નેતા મોતી લાલ વોહરાને નવા અંતરિમ અધ્યક્ષ બનાવવાની ચર્ચા તેઝ થઇ ચુકી છે. પરંતુ જયારે મોતી લાલ વોહરાને તેના વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમને કહ્યું કે તેમને તેના વિશે કોઈ જ જાણકારી નથી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X