For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકાએ 2+2 વાતચીત રદ કરી તો ભારતે ફગાવી તેની આ ઓફર

અમેરિકાએ ભારત સાથે 2+2 વાતચીત રદ કર્યા બાદ એક ઓફર મોદી સરકારને આપી જેને ભારત સરકારે ફગાવી દીધી છે.

|
Google Oneindia Gujarati News

અમેરિકાએ ભારત સાથે 2+2 વાતચીત રદ કર્યા બાદ એક ઓફર મોદી સરકારને આપી જેને ભારત સરકારે ફગાવી દીધી છે. અમેરિકાએ ભારતને કહ્યુ હતુ કે તે સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણનુ સ્વાગત કરવા માટે તૈયાર છે. ભારત સરકારે ટ્રમ્પ શાસનની આ ઓફર ઠુકરાવી દીધી છે. અંગ્રેજી વર્તમાનપત્ર ઈન્ડિયન એક્સપ્રેસ તરફથી આ જાણકારી આપવામાં આવી છે. 6 જુલાઈએ થનારી 2+2 વાતચીત માટે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણ વોશિંગ્ટન જવાના હતા. અહીં તેમની મુલાકાત અમેરિકી વિદેશ મંત્રી માઈક પોપેયો અને સંરક્ષણ મંત્રી જેમ્સ મટીસ સાથે થવાની હતી. પરંતુ 10 દિવસ પહેલા જ અમેરિકા તરફથી આ વાતચીતને અનિવાર્ય કારણોસર રદ કરી દેવામાં આવી.

ભારતે આ કારણે ફગાવી આ ઓફર

ભારતે આ કારણે ફગાવી આ ઓફર

6 જુલાઈના રોજ નિર્મલા સીતારમણ પેંટાગન જઈને જેમ્સ મટીસ સાથે દ્વિપક્ષીય વાતચીત કરવાના હતા. આ મુલાકાત બંને દેશો માટે રણનીતિક, સુરક્ષા અને સહયોગને વધુ મજબૂત કરવાના હેતુથી થવાની હતી. 2+2 વાતચીત ભારત અને અમેરિકાના વિદેશ અને સંરક્ષણ મંત્રીઓ વચ્ચે દર વર્ષે થતી વાતચીત છે. અમેરિકી વિદેશ મંત્રી માઈક પોપેયો આ દરમિયાન અમેરિકામાં નહિ હોય. અમેરિકા સુરક્ષા વિભાગ ઈચ્છતો હતો તે સીતારમણ ઓરિજનલ પ્લાન હેઠળ અમેરિકા આવે અને જેમ્સ મટીસ સાથે મુલાકાત કરે. પરંતુ ભારત સરકાર ઈચ્છે છે કે વાતચીતનું ફોર્મેટ બદલવામાં ન આવે અને એટલા માટે જ ભારતે અમેરિકાની ઓફર રિજેક્ટ કરી દીધી.

ગયા વર્ષે મોદીના પ્રવાસ દરમિયાન સંમતિ થઈ હતી

ગયા વર્ષે મોદીના પ્રવાસ દરમિયાન સંમતિ થઈ હતી

બંને દેશો વચ્ચે આ નવા પ્રકારની વાતચીત પર તે સમયે સંમતિ થઈ હતી જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગયા વર્ષે અમેરિકા ગયા હતા. જૂન 2017 માં અમેરિકી રાષ્ટ્રરપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિમંત્રણ પર પીએમ મોદીએ વ્હાઈટ હાઉસનો પ્રવાસ કર્યો હતો અને બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ હતી. આ દરમિયાન બંને દેશ વાતચીતના આ નવા ફોર્મેટ માટે રાજી થયા હતા. ગયા વર્ષે જૂન બાદ બંને દેશો તરફથી આ વાતચીત માટે ઘણી તારીખો પર વિચારણા થઈ અને અંતમાં 6 જુલાઈની તારીખ પર સંમતિ થઈ. આ પહેલા આ વર્ષની શરૂઆતમાં પણ આ વાતચીતને રદ કરવામાં આવી હતી. તે સમયે અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોપેયોના નામ પર અનિશ્ચિતતા હોવાના કારણે આ વાતચીત રદ કરવામાં આવી હતી.

પીએમ મોદી જાણે છે કારણ

પીએમ મોદી જાણે છે કારણ

યુનાઈટેડ નેશન્સ (યુએન) માં અમેરિકી રાજદૂત નિકી હેલેની માનીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાણે છે કે ટ્રમ્પ પ્રશાસને 6 જુલાઈના રોજ થનારી 2+2 વાતચીતને કેમ 10 દિવસ પહેલા રદ કરી દીધી છે. નિકી હેલેએ કહ્યુ કે આ વાતચીતને વધુ સારા કારણોના લીધે રદ કરવામાં આવી છે. વાતચીત રદ કરવા સાથે ભારતને કોઈ લેવાદેવા નથી. વળી, તેમણે કહ્યુ હતુ કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેને કેમ રદ કરી તે વહેલામાં વહેલી તકે માલૂમ પડશે. નિકીએ એ વાત પણ જણાવી કે પીએમ મોદી એ વાતથી વાકેફ છે કે આ વાતચીત કેમ રદ કરવામાં આવી અને તેનુ કારણ ‘બહુ સારુ' છે.

English summary
After US postponed 2+2 dialogue now India has declined US offer to host Defence Minister Nirmala Sitharaman.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X