For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

FATFથી વૉર્નિંગ મળ્યા બાદ બિપિન રાવતે બોલ્યા- હવે પાકિસ્તાન પર એક્શન લેવા દબાણ

FATFથી વૉર્નિંગ મળ્યા બાદ બિપિન રાવતે બોલ્યા- હવે પાકિસ્તાન પર એક્શન લેવા દબાણ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ફાઈનાન્શિયલ એક્શન ટાર્ક ફોર્સની પાકિસ્તાનને આપવામાં આવેલ વોર્નિંગ બાદ ઈન્ડિયન આર્મી ચીફ જનરલ બિપિન રાવતે પોતાની પ્રતિક્રિયા આપી છે. જનરલ રાવતે કહ્યું કે સંસ્થા તરફથી આપવામાં આવેલ ચેતવણી બાદ હવે પાકિસ્તાન પર દબાણ છે કે તેઓ આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહી કરે. એફએટીએફે શુક્રવારે પાડોસી દેશ માટે ફેબ્રુઆરી 2020 સુધીની ડેડલાઈન નક્કી કરી છે. આટલા સમયમાં પાકિસ્તાને સંસ્થા તરફથી નક્કી કરેલા માપદંડો પર ખરા ઉતરવાનું રહેશે.

bipin rawat

ન્યૂજ એજન્સી એએનઆઈ સાથે વાતચીત કરતા જનરલ રાવતે કહ્યું કે 'હવે તેમના પર દબાણ છે અને તેમણે એક્શન લેવી પડશે. અમે ઈચ્છીએ છીએ કે શાંતિ યથાવત કરવાની દિશામાં કામ કરે. આવી રીતે ગ્રે લિસ્ટમાં રહેવું કોઈપણ દેશ માટે ખરાબ સ્થિતિ છે.' સંસ્થા તરફથી પાકિસ્તાનને ચેતાવણી આપી દેવામાં આવી છે કે જો ફેબ્રુઆરી 2020 સુધી કોઈ એક્શન ન લીધી તો પછી તેને બ્લેકલિસ્ટ કરી દેવામાં આવશે. એફએટીએફનું કહેવું છે કે પાકિસ્તાન 27માંથી 22 મુદ્દાઓ પર કાર્યવાહી કરવામાં નાકામ રહી છે. પાકિસ્તાન જૂન 2018થી આ ગ્રે લિસ્ટમાં છે. પાકિસ્તાનને સ્પષ્ટપણે કહી દેવામાં આવ્યું છે કે આગામી પ્લાનિંગ મીટિંગ પર તેના પર આકરા એક્શન લેવામાં આવશે. સાથે જ એફએટીએફે તમામ સભ્યોને અપીલ કરી છે કે તેઓ પોતાને ત્યાં નાણાકીય સંસ્થાઓને સૂચન કરે કે પાકિસ્તાન સાથે વ્યવસાયિક સંબંધો અને વ્યાપાર પર ખાસ ધ્યાન આપવામાં આવે.

એફએટીએફ તરફથી 10 પગલાંને લઈ પાકિસ્તન સમક્ષ ઉમ્મીદ જતાવવામાં આવી છે કે તે કાઉન્ટર ટેરર ફાઈનાન્સિંગ અંતર્ગત આતંકીઓ વિરુદ્ધ પગલાં લેશે. એફએટીએફે પાકિસ્તાનથી ઉમ્મીદ જતાવી છેકે તે યૂનિઈટેડ નેશન્સ તરફથી પ્રતિબંધિત આતંકી જેવા કે હાફિઝ સૈયદ વિરુદ્ધ આકરી કાર્યવાહી કરે. સંસ્થા તરફથી જાહેર સત્તાવાર નિવેદનમાં કોઈપણ આતંકીનું નામ લેવામાં નથી આવ્યું પરંતુ કહેવામાં આવ્યું કે પાકિસ્તાને એવા તે તમામ આતંકીઓ વિરુદ્ધ પ્રભાવી નાણાકીય પ્રતિબંધ લગાવવાના રહેશે જેમને યૂનાઈટેડ નેશંસ સિક્યોરિટી કાઉન્સિલના પ્રસ્તાવ 1267 અને 1373 અંતર્ગત પ્રતિબંધિત કરવામાં આવ્યા છે.

IND vs SA: કોણ છે શાહબાજ નદીમ, જેને ત્રીજી ટેસ્ટમાં મળ્યો મોકોIND vs SA: કોણ છે શાહબાજ નદીમ, જેને ત્રીજી ટેસ્ટમાં મળ્યો મોકો

English summary
after warning of FATF bipin rawat says now pressure on islamabad to act
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X