ગુરુએ અંતિમ ઇચ્છામાં માંગ્યું માત્ર 'કુરાન'

શુક્રવારે રાત્રે સેલમાં જેલ અધિકારીઓએ તેને અંતિમ ઇચ્છા અંગે કંઇ જણાવ્યું નહીં. જમવામાં પણ તેણે કોઇ વસ્તુની ફરમાઇશ નહોતી કરી. રૂટીનમાં તેનું મનપસંદ ખાવાનું પણ મોકલવામાં આવ્યું. શનિવારે સવારે જ્યારે અધિકારીઓ તેને ફાંસી ઘર લેવા જવા તેના સેલમાં દાખલ થયા તો જાણવા મળ્યું કે તે પહેલેથી જ જાગતો હતો. તે રાત્રે જમ્યો પણ નહોતો.
ત્યારે બાદ તેણે સ્નાન કર્યું અને જમાન અદા કરી. સવારે પણ તેણે કોઇ અંતિમ ઇચ્છા જણાવી નહોતી. ત્યાર બાદ તેને ફરી એક વખત ફાંસી પર લઇ જવામાં આવ્યો. હવે તેને માલુમ થઇ ગયું હતુ કે તેનો સમય પૂરો થઇ ગયો છે. ફાંસી આપનાર જલ્લાદ તેની પાસે ગયો અને માફી માંગી હતી.
પરંપરા અનુસાર ફાંસી આપતા પહેલા જલ્લાદે ફાંસી પર લટકાવનારાને કહે છે કે તે તેની ઇચ્છાતી ફાંસી પર લટકાવી રહ્યો નથી. ત્યાર બાદ આઠ વાગ્યે અફઝલને ફાંસી પર લટકાવી દેવામાં આવ્યો. ઇસ્લામિક રીતિ-રિવાજો અનુસાર મૌલાનાની હાજરીમાં જમાજ એ જનાજા વાંચવામાં આવ્યુ અને તેને દફન કરવામાં આવ્યો.












Click it and Unblock the Notifications
