For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સંમતિથી યૌન સંબંધ બનાવવાની ઉંમર 18થી ઘટાડી 16 કરવાની જરૂરઃ મદ્રાસ હાઈકોર્ટ

ટીનેજર વચ્ચે સંમતિથી શારીરિક સંબંધ બનાવવાની ઉંમરને 18માંથી ઘટાડીને 16 કરવા પર મદ્રાસ હાઈકોર્ટે શુક્રવારે સૂચન કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

ટીનેજર વચ્ચે સંમતિથી શારીરિક સંબંધ બનાવવાની ઉંમરને 18માંથી ઘટાડીને 16 કરવા પર મદ્રાસ હાઈકોર્ટે શુક્રવારે સૂચન કર્યુ છે. કોર્ટનું કહેવુ છે કે આમ થવા પર એ પૉક્સો અધિનિયમ હેઠળ નહિ આવે. અદાલતે કહ્યુ કે બાળકની પરિભાષાને પણ પુનર્ભાષિત કરીને 16 વર્ષથી નાની કરી દેવી જોઈએ. અદાલતના ન્યાયાધીશ વી પાર્થીબને સૂચન કર્યુ, '16 વર્ષની ઉંમર બાદ સંમતિથી બનેલ યૌન સંબંધ, શારીરિક સંપર્ત કે એના સંબંધિત કૃત્યોને પૉક્સો અધિનિયમની કઠોર કલમમાંથી બહાર કરવા જોઈએ.'

high court

યૌન શોષણને વધુ ઉદાર જોગવાઈઓ હેઠળ લાવવાની કોશિશ કરી શકાય છે જેને આ કલમમાં રજૂ કરવામાં આવી શકે છે. જેનાથી કિશોરોના પરસ્પર સંબંધો અને યૌન શોષણમાં તફાવત કરી શકાય. તમને જણાવી દઈએ કે જો શારીરિક આકર્ષણથી પ્રભાવિત થઈને કોઈ કિશોર અને કિશોરી વચ્ચે પરસ્પર સંમતિથી આવા સંબંધ બને તો કિશોર પર પૉક્સો હેઠળ કાર્યવાહી થાય છે. જ્યાં નિયમ મુજબ તેને કમસે કમ સાત અથવા 10 વર્ષથી સજા થવાનું નિશ્ચિત છે.

કેસની સુનાવણી કરતા જજે કહ્યુ કે આવા કેસોમાં જ્યારે કિશોરીની ઉંમર 18 વર્ષથી ઓછી હોય અને કિશોરની ઉંમર 18 કે તેથી થોડી વધુ હોય તો તેની વચ્ચે સંબંધોને પરિભાષિત કરવા હંમેશા મોટો સવાલ બની રહે છે. જજે કહ્યુ કે આવા સંબંધ બંનેની નાસમજી અને જૈવિક આકર્ષણના કારણે બને છે. તેમણે કહ્યુ કે આવા સંબંધોને આપણે અપ્રાકૃતિક માનીને ન ચાલવા જોઈએ.

આ પણ વાંચોઃ શરદ પવારે રાહુલ નહિ આ નેતાઓને ગણાવ્યા પીએમ પદના મોટા દાવેદારઆ પણ વાંચોઃ શરદ પવારે રાહુલ નહિ આ નેતાઓને ગણાવ્યા પીએમ પદના મોટા દાવેદાર

English summary
Age of consent should be lowered to 16, observes Madras High Court.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X