Agnipath Scheme : અગ્નિપથ યોજનામાં મોટાપાયે ફેરફાર કરવા જઈ રહી છે સરકાર? વધી શકે છે રિટેંશનની ટકાવારી
Agnipath Scheme : નરેન્દ્ર મોદી સરકારની સૌથી વિવાદાસ્પદ અગ્નિપથ યોજના પર સતત સવાલ ઉઠી રહ્યાં છે. વિપક્ષના હંગામા વચ્ચે હવે અહેવાલો છે કે આ યોજનામાં મોટાપાયે ફેરફાર થઈ શકે છે.
સશસ્ત્ર દળો સરકારને અગ્નિપથમાં જોડાનારા લોકોની વય મર્યાદા વધારીને 23 વર્ષ કરવાનો પ્રસ્તાવ આપી શકે છે. વરિષ્ઠ સૈન્ય અધિકારીઓએ આ અંગે સંકેત આપ્યા છે.

અહેવાલો અનુસાર, ચાર વર્ષની સેવા અવધિ પછી આમાંથી ઓછામાં ઓછા અડધા લોકોને જાળવી રાખવાનું સૂચન કરી શકે છે.
સૈનિકોની ભરતી માટે અગ્નિપથ યોજના બે વર્ષ પહેલા શરૂ કરવામાં આવી હતી. અગ્નિપથ યોજનાને સમગ્ર દેશમાં અને ખાસ ઉત્તર ભારતના રાજ્યોના ઉમેદવારો તરફથી ભારે ટીકાનો સામનો કરવો પડ્યો છે. એવું માનવામાં આવે છે કે આના કારણે લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મોટુ નુકસાન થયુ છે.
અગ્નિપથની સૂચિત સુધારણા માટે સરકાર દ્વારા મંજૂરીની કરવા જરૂર છે. હવે વિવાદ વચ્ચે સરકારની મંજુરીની રાહ જોવાઈ રહી છે.
સશસ્ત્ર દળો દ્વારા સરકારને પ્રસ્તાવિત કરવામાં આવનારી યોજનામાં સુધારામાં ઉચ્ચ વય મર્યાદા 21 થી વધારીને 23 કરવાની છે. એક અધિકારીએ જણાવ્યું કે આ માંગણી પાછળનો તર્ક એ છે કે આ ભરતીમાં સ્નાતકોને પણ સામેલ કરી શકાય. તેમને ત્રણેય સેવાઓમાં તકનીકી નોકરીઓ માટે પણ તાલીમ આપવામાં આવી શકે.
અન્ય સૂચન એ છે કે ચોક્કસ વિસ્તારોમાં માનવબળની અછતને પહોંચી વળવા ઓછામાં ઓછા 50% અગ્નિવીરોને સેવામાં રાખવા આવે. હાલમાં સંખ્યા 25% છે.












Click it and Unblock the Notifications
