For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આગ્રાના તાજમહેલને મડ પેક ટ્રીટમેન્ટથી ચકચકિત કરાશે

|
Google Oneindia Gujarati News

આગ્રા, 9 જૂન : ભારતના આગ્રામાં આવેલી વિશ્વ અજાયબી તાજમહેલ પ્રદૂષણને કારણે છેલ્લા ઘણા વર્ષોથી તેની ચમક અને સુંદરતા રહી છે. પુરતત્વ વિભાગે તાજમહેલની ચમકને જાળવી રાખવા મડ પેક ટ્રીટમેન્ટ દ્વાર તાજમહેલને ખોવાયેલી ચમક પાછી આપવાનો નિર્ણય લીધો છે.

એએસઆઇના સુપ્રીટેન્ડેન્ટ આર્કિયોલોજિસ્ટ બીએમ ભટ્નાગરે જણાવ્યું છે કે, શહેરમાં પ્રદૂષણને કારણે સેફદ આરસપહાણ પીળો પડી રહ્યો છે, તેની ચમક ખતમ થઈ રહી છે. સ્મારકની પ્રાકૃતિક સુંદરતાને જાળવી રાખવા માટે એએસઆઇની રાસાયણિક શાખા મડ પેક પદ્ધતિ અપનાવવા જઈ રહ્યું છે.

tajmahal

જેવી રીતે સ્ત્રીઓ તેમની સુંદરતા નિખરવા માટે મુલ્તાની માટી સહિતના અન્ય લેપનો ઉપયોગ કરે છે, તેવી જ રીતે ફેસિયલ ટ્રીટમેન્ટ અંતર્ગત સ્મારકના અસરગ્રસ્ત ભાગો પર ચૂના યુક્ત ચિકણી માટીનું પ્લાસ્ટર કરવામાં આવશે અને બાદમાં તેને ઉતારી દેવાશે. આ લેપ સુકાવાની સાથે જ સ્મારક પર લાગેલા ધબ્બા અને પીળાશ સંપૂર્ણ રીતે ધોવાઈ જશે.

તેમણે કહ્યું કે આ દરમિયાન તાજમહેલની સપાટીને 2 મિલિમિટર માટી સહિતની સામગ્રીથી ઢાંકી તેને નાયલોનના મુલાયમ બ્રશથી સાફ કરવામાં આવશે. જે બાદ ડિસ્ટિલ્ડ વોટરથી સપાટી પરની ગંદકી દૂર કરાશે.

નોંધનીય છે કે 17મીં સદીમાં બનેલા આ અજાયબીને અત્યાર સુધીમાં ત્રણ વાર ચમકાવવામાં આવ્યો હતો. પહેરીવાર 1994માં અને બાદમાં 2001માં અને છેલ્લે 2008માં આ જ પદ્ધતિથી તેની સુંદરતા જાળવી રાખવાનો પ્રયાસ થયો હતો. મુગલ શાસક શાહજહાંએ તેમની બેગમ મુમતાઝ મહેલની યાદમાં આ સ્મારક બનાવડાવ્યું હતું.

English summary
Agra's Taj Mahal to get mud pack treatment soon.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X