For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કૃષિ બિલ 2020: ઈન્ડિયા ગેટ પાસે ટ્રેક્ટરમાં આગ લગાવનાર પાંચની ધરપકડ

રાજધાનીમાં આજે સવારે લગભગ 15-20 લોકો દિલ્લીના ઈન્ડિયા ગેટ પહોંચ્યા અને એક ટ્રેક્ટરમાં આગ લગાવી દીધી.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કૃષિ બિલના વિરોધમાં ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા છે અને વિરોધ પક્ષોએ પણ ખેડૂત બિલ માટે મોરચો ખોલી દીધો છે. વળી, આ દરમિયાન રવિવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બિલો પર મહોર લગાવી દીધી છે ત્યારબાદ ખેડૂતોનુ પ્રદર્શન હવે ઉગ્ર થતુ દેખાઈ રહ્યુ છે. રાજધાનીમાં આજે સવારે લગભગ 15-20 લોકો દિલ્લીના ઈન્ડિયા ગેટ પહોંચ્યા અને એક ટ્રેક્ટરમાં આગ લગાવી દીધી. હાલમાં સ્થળ પર પહોંચીને ટ્રાફિક પોલિસ અને ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવી લીધો છે.

કાયદાકીય એક્શન લેવામાં આવશે

કાયદાકીય એક્શન લેવામાં આવશે

આ વિશે વાત કરતા પોલિસે જણાવ્યુ કે આ ઘટના સોમવારે સવારે 7.15 વાગ્યા આસપાસની છે. આગ ઓલવી દેવામાં આવી છે અને કોઈ પણ જાનહાનિ થઈ નથી. હવે આ કેસની પોલિસે તપાસ શરૂ કરી દીધી છે. પોલિસ તરફથી આ કેસમાં કાનૂની એક્શન લેવામાં આવશે. પોલિસે કહ્યુ કે આજે સવારે અહીં યુથ કોંગ્રેસ કાર્યકર્તા પ્રદર્શન કરી રહ્યા હતા અને અચાનકથી ટ્રેક્ટરમાં આગ લગાવી દેવામાં આવી. સીસીટીવીની મદદથી એ લોકોના ચહેરા શોધવામાં આવી રહ્યા છે જેમણે ટ્રેક્ટરમાં આગ લગાવી છે. જો કે આગ લગાવનાર પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી ચૂકી છે.

વિરોધ પ્રદર્શનમાં 31 સંગઠનો શામેલ

વિરોધ પ્રદર્શનમાં 31 સંગઠનો શામેલ

ઉલ્લેખનીય છે કે ખેડૂતો માટે લાવવામાં આવેલ બિલ પર દેશભરમાં પ્રદર્શન થઈ રહ્યુ છે. આ પ્રદર્શનમાં 31 સંગઠનો શામેલ છે, આ પ્રદર્શનોને ઘણી પાર્ટીઓ જેવી કે આપ, અકાલી દળ, ટીએમસી, રાજદ અને કોંગ્રેસનુ સમર્થન મળ્યુ છે. વળી, આજે ખેડૂતોએ કર્ણાટક બંધ આપેલુ છે. આ વિરોધ પ્રદર્શનમાં ઘણા કન્નડ સંગઠન પણ શામેલ છે. આજે બેંગલુરુમાં આ બંધ દરમિયાન પ્રોટેસ્ટ માર્ચ કાઢવામાં આવશે. વળી, ઘણા ટ્રાન્સપોર્ટ્સ, ટેક્સી અને ઑટો રિક્ષા યુનિયને પણ બંધને સમર્થન કર્યુ છે. જો કે સરકારી બસો પોતાના નિર્ધારિત સમયથી ચાલી રહી છે.

કૃષિ બિલોથી ખેડૂતોને ફાયદો થશેઃ પીએમ મોદી

કૃષિ બિલોથી ખેડૂતોને ફાયદો થશેઃ પીએમ મોદી

તમને જણાવી દઈએ કે ખેડૂત બિલ પર પીએમ મોદીએ રવિવારે પોતાના મન કી બાત કાર્યક્રમમાં કહ્યુ હતુ કે કૃષિ બિલથી ખેડૂતોને લાભ થશે. આ તેમના હિતમાં ઉઠાવવામાં આવેલ એક ઐતિહાસિક પગલુ છે. કૃષિ બિલથી ના તો બજારને ખતમ કરવામાં આવી રહ્યા છે અને ના એપીએમસીને. કોંગ્રેસ સહિત ઘણા રાજકીય દળો પોતાના અંગત સ્વાર્થ માટે આ બિલનો દુષ્પ્રચાર કરી રહ્યા છે અને ખેડૂતોમાં ભ્રમ ફેલાવી રહ્યા છે.

દીકરીના નામે ખોલાવો આ બેંક અકાઉન્ટ, મેળવો 64 લાખ રૂપિયાદીકરીના નામે ખોલાવો આ બેંક અકાઉન્ટ, મેળવો 64 લાખ રૂપિયા

English summary
Agriculture Bill 2020: Protest against the farm laws near India Gate in Delhi. A tractor set ablaze.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X