Agriculture : પાવર ગ્રીડ કંપનીની દાદાગીરી સામે 14 તાલુકાના ખેડૂતો આંદોલનના રસ્તે, જાણો શું છે માંગ?

Agriculture : લાકડીયા-અમદાવાદ વીજ લાઈનને લઈને હળવદ સહિત 14 તાલુકાના ખેડૂતોએ મોરચો ખોલ્યો છે. ખેડૂતો ન્યાય સંગત વળતરની માંગ સાથે આંદોલનના રસ્તે મળી રહ્યા છે.

કચ્છના લાકડીયાથી શરૂ થઈને અમદાવાદ સુધી જતી આ વીજ લાઈન માળીયા અને હળવદ સહીતના 16 તાલુકાઓમાંથી પસાર થાય છે.

Protest against power grid company

ખેડૂતો તેમની માંગણીઓને લઈને આજે હળવદ તાલુકાના ઘુળકોટ ગામે ખેડૂતો એકઠા થયા હતા અને તેમની માંગણીઓ ન સંતોષાય ત્યાં સુુધી અધિકારીઓને ખેતરોમાં દાખલ ન થવા દેવા હાંકલ કરી હતી.

અહીં ખેડૂત સંમેલનમાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા સહિત સ્થાનિક ખેડુત આગેવાનોએ હાજરી આપી હતી અને ખેડૂતોના હક્ક માટે લડાઈ બુલંદ કરવાની વાત કરી હતી.

રાજુ કરપડાએ ખેડૂતોને સંબોધતા કહ્યું કે, જ્યાં સુધી ખેડૂતોની માંગણી ન સંતોષાય ત્યાં સુધી ખેડૂતો કોઈપણ મોરચે લડી લેવા માટે તૈયાર છે. અહીં મોટી સંખ્યામાં ખેડૂતો સાથે સાથે રણમાં મીઠુ પકવતા અગરીયાઓ પર સમર્થન આપવા માટે પહોંચ્યા હતા.

જણાવી દઈએ કે, લાકડીયા-અમદાવાદ ટ્રાંન્સમીટર પાવર ગ્રીડ કંપનીની 765 કેવી હેવી વીજ લાઈન તાલુકાના 36 ગામોમાંથી પસાર થાય છે. આ તમામ તાલુકાના ખેડૂતો યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે અને માંગ પુરી ન થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X