For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્લેન એર હોસ્ટેસને ચલાવવા આપી એર ઇન્ડિયાના પાયલટ ઊંઘી ગયા!!!

|
Google Oneindia Gujarati News

air-india
મુંબઇ, 4 મે : આજે સરકારી એર લાઇન એર ઇન્ડિયાનો વધુ એક ધબડકો બહાર આવ્યો છે. આ ધબડકાને કારણે 166 એર પેસેન્જરના જીવ જોખમમાં મુકાયા હતા. આ બનાવને અતિ ગંભીર ગણીને એર ઈન્ડિયાના એક પાઈલટ અને બે એર હોસ્ટેસને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. બનાવની વિગતો એવી છે કે ગત 12 એપ્રિલના રોજ એર ઇન્ડિયાની ફ્લાઈટ બેંગકોકથી દિલ્હી આવી રહી હતી ત્યારે આ કેબિન ક્રૂ સભ્યો કોકપીટમાં વધારે પડતો સમય રોકાઈ હોવાનું એરલાઈને હાથ ધરેલી તપાસમાં માલૂમ પડ્યું છે.

અમુક અહેવાલોને પગલે આ પગલું લેવામાં આવ્યું છે. અહેવાલો એવા છે કે, પાઈલટે બિઝનેસ ક્લાસમાં ઝોકું લેતો હતો ત્યારે એર હોસ્ટેસે લગભગ 20 મિનિટ સુધી વિમાન ઉડાડ્યું હતું. એમ કરીને તેમણે વિમાનમાં પ્રવાસ કરી રહેલા 166 મુસાફરોની સલામતીને જોખમમાં મૂકી દીધી હતી.

પાઈલટ વિમાનને ઓટો-પાઈલટ મોડ પર મૂકીને બિઝનેસ ક્લાસમાં ઝોકું લેવા જતો રહ્યો હતો અને પોતાની ગેરહાજરી દરમિયાન બંને એર હોસ્ટેસને કોકપીટમાં રહેવાનું કહ્યું હતું. આ કિસ્સો સાચો છે કે નહીં તેની ખાતરી કરવા એરલાઈન રેગ્યૂલેટર એજન્સી ડીજીસીએ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

એર ઈન્ડિયાએ કબૂલ કર્યું છે કે એર હોસ્ટેસો કોકપીટમાં વધારે સમય રહી હતી, પણ પાઈલટે તેમને વિમાન ચલાવવા દીધું હતું એવા દાવાને નકારી કાઢ્યો છે. એર ઈન્ડિયાએ એક નિવેદનમાં કહ્યું છે કે, બે કેબિન ક્રૂ સભ્ય સંબંધિત ફ્લાઈટ વખતે વધારે પડતા સમય સુધી કોકપીટમાં રહી હતી. તપાસ વખતે એ બંનેને બોલાવવામાં આવી હતી. બંનેએ કોકપીટમાં વધારે પડતો સમય વિતાવ્યો હતો એને સમર્થન મળ્યા બાદ તે બંને એર હોસ્ટેસ અને પાઈલટ, એમ ત્રણેયને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ બનાવમાં અંતિમ તપાસ પૂરી થશે ત્યાં સુધી આ ત્રણેયને સસ્પેન્ડ રખાશે.

English summary
Air India pilots slept ; handed plane in hands of Air hostess
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X