For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રણદીપ ગુલેરિયા - બીજી લહેર જેટલી ખતરનાક નહિ હોય કોરોનાની ત્રીજી લહેર પરંતુ આપણે...

દિલ્લી સ્થિત ઑલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઑફ મેડિકલ સાયન્સના ડાયરેક્ટર ડૉ.રણદીપ ગુલેરિયાએ કોરોના વાયરસની ત્રીજી લહેર વિશે મહત્વની માહિતી આપી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશમાં કોહરામ મચાવી રહેલ કોરોના વાયરસની બીજી લહેર વચ્ચે વિશેષજ્ઞોએ ત્રીજી લહેરની પણ ચેતવણી આપી દીધી છે. આ સાથે જ કહેવામાં આવી રહ્યુ છે કે ત્રીજી લહેરમાં નાના બાળકો સૌથી વધુ પ્રભાવિત થઈ શકે છે. કોરોના વાયરસની ત્રીજી લહેરની સંભાવનાને જોતા સરકારે વ્યાપક સ્તરે રસીકરણની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ દરમિયાન દિલ્લી સ્થિત ઑલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઑફ મેડિકલ સાયન્સના ડાયરેક્ટર ડૉ.રણદીપ ગુલેરિયાએ કોરોના વાયરસની ત્રીજી લહેર વિશે મહત્વની માહિતી આપી છે.

વેક્સીન આપણા માટે સૌથી શક્તિશાળી ઢાલ

વેક્સીન આપણા માટે સૌથી શક્તિશાળી ઢાલ

ઈન્ડિયા ટીવીના સમાચાર મુજબ ડૉ. રણદીપ ગુલેરિયાએ કહ્યુ, 'મને નથી લાગતુ કે કોરોના વાયરસની ત્રીજી લહેર આટલી ખતરનાક હશે જેટલી બીજી લહેર છે. પરંતુ આપણે આ ત્રીજી લહેરની અસર ઘટાડવા માટે કોરોના વાયરસ પ્રોટોકૉલનુ પાલન કરવુ પડશે અને સા્થે જ વધુને વધુ લોકોએ વેક્સીન લેવી પડશે. કોરોના વાયરસ સામે વેક્સીન આપણા માટે સૌથી શક્તિશાળી ઢાલ છે.'

વેક્સીન વિશે અફવા ફેલાવવી દુઃખદ

વેક્સીન વિશે અફવા ફેલાવવી દુઃખદ

વળી, કોરોના વેક્સીન લીધા બાદ પણ સંક્રમણના સમાચારોને ડૉ. રણદીપ ગુલેરિયાએ માત્ર અફવા ગણાવી છે. ડૉ. રણદીપ ગુલેરિયાએ કહ્યુ, 'આ ઘણુ દુઃખદ છે કે જે સમયે આપણે એક મહામારી સામે લડી રહ્યા છે એ વખતે પણ અમુક લોકો અફવાઓ ફેલાવી રહ્યા છે. આંકડા એ વિશે પુરાવા આપી રહ્યા છે કે જે લોકોએ વેક્સીન લીધી અને કોરોના વાયરસથી સંક્રમિત થયા તેમનામાં સામાન્ય લક્ષણ જોવા મળ્યા.'

વેક્સીન ના લગાવવી જોખમી બની શકે છે

વેક્સીન ના લગાવવી જોખમી બની શકે છે

ડૉ. રણદીપ ગુલેરિયાએ આગળ કહ્યુ, 'જે લોકો વેક્સીન લગાવવાથી ઈનકાર કરી રહ્યા છે તેમના માટે આ પગલુ ઘણુ જોખમભર્યુ હોઈ શકે છે. આજે વેક્સીન વિશે અમે જે અફવાઓ સાંભળી રહ્યા છે, જોઈ રહ્યા છે, તેમનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. માત્ર સનસની ફેલાવવા અને લોકોમાં દહેશત પેદા કરવાના હેતુથી આ અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. જો કોઈ વ્યક્તિ વેક્સીનનો બંને ડોઝ લઈ લે છે અને ત્યારબાદ પણ સંક્રમિત થાય છે, તો તેને ગંભીર બિમારીનુ જોખમ નહિ હોય. સાથે જ તે દર્દી સામાન્ય દર્દીઓની તુલનામાં જલ્દી રિકવર પણ થશે.'

English summary
AIIMS chief Randeep Guleria said I don't think coronavirus 3rd wave will be as deadly as second wave.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X