For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM મોદીને કોરોના વેક્સીનનો બીજો ડોઝ આપ્યા બાદ નર્સોએ શું કહ્યુ?

પીએમ મોદીને સફળતાપૂર્વક વેક્સીન લગાવ્યા બાદ નર્સોએ ખુશી વ્યક્ત કરી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કોરોના વેક્સીનનો બીજો ડોઝ (8 એપ્રિલ)ના રોજ દિલ્લીની એઈમ્સમાં લીધો. વેક્સીન લગાવવા માટે પીએમ નરેન્દ્ર મોદી સવારે 7 વાગ્યાથી જ દિલ્લીની એઈમ્સમાં પહોંચી ગયા હતા. પીએમ મોદીએ ભારત બાયોટેકની કોવેક્સીનનો પહેલો ડોઝ 1 માર્ચ 2021ના રોજ લીધો હતો. પીએમ મોદીએ આજે પણ કોવેક્સીનનો જ ડોઝ લીધો છે. પીએમ મોદીએ ખુદ ટ્વિટ કરીને વેક્સીન લેવાની માહિતી આપી છે. પીએમ મોદીને દિલ્લી એઈમ્સમાં સિસ્ટર(નર્સ) નિશા શર્મા અને સિસ્ટર પી નિવેદાએ વેક્સીનનો બીજો ડોઝ લગાવ્યો છે. પીએમ મોદીને સફળતાપૂર્વક વેક્સીન લગાવ્યા બાદ નર્સોએ ખુશી વ્યક્ત કરી છે.

pm modi

નર્સોએ પીએમ મોદીને વેક્સીન ડોઝ લગાવ્યા બાદ વ્યક્ત કરી ખુશી

એઈમ્સની સિસ્ટર પી નિવેદાએ 1 માર્ચે પીએમ નરેન્દ્ર મોદીએ ભારત બાયોટેકની કોવેક્સીનનો પહેલો ડોઝ લગાવતી વખતે પણ તે હાજર હતા. પી નિવેદાએ કહ્યુ, 'મે પીએમ નરેન્દ્ર મોદીને કોવેક્સીનનો પહેલો ડોઝ આપ્યો હતો. આજે મને તેમને ફરીથી મળવા અને બીજી વાર વેક્સીન લગાવવાનો મોકો મળ્યો. હું ઘણો ખુશ છુ. પીએમે અમારી સાથે વાત પણ કરી. અમે તેમની સાથે ફોટો પડાવ્યો છે.'

વળી, બીજા સિસ્ટર નિશા શર્માએ પીએમ મોદીને વેક્સીનનો બીજો ડોઝ લગાવ્યો છે. તેમણે કહ્યુ, 'મે આજે અમારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કોવેક્સીનને બીજો ડોઝ લગાવ્યો છે. આ દરમિયાન તેમણે અમારી સાથે વાત કરી છે. મારા માટે આ યાદગાર પળ હતી. હું માત્ર પીએમ મોદીને મળવા અને વેક્સીન લગાવવા માટે અહીં આવી હતી.'

પીએમ મોદીએ કરી વેક્સીન લગાવવાની અપીલ

પીએમ મોદીએ વેક્સીનનો બીજો ડોઝ લીધા બાદ બધા યોગ્ય લોકોને વેક્સીન લેવા માટે અપીલ કરી છે. પીએમ મોદીએ વેક્સીન લગાવતા ટ્વિટ કરીને કહ્યુ, 'મે આજે દિલ્લી એઈમ્સમાં કોરોના વેક્સીનનો બીજો ડોઝ લીધો છે. કોરોનાને હરાવવાની લડાઈમાં રસીકરણ જ આપણુ સૌથી મોટુ હથિયાર છે. આના માટે તમે વેક્સીન માટે યોગ્ય હોય તો જલ્દી વેક્સીન લગાવો.' પીએમ મોદીએ ટ્વિટ સાથે વેક્સીન રજિસ્ટ્રેસન કરાવવા માટે કોવિન એપ ( CoWin.gov.in)ની લિંક પણ શેર કરી.

દેશમાં અત્યારે 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને કોરોના વેક્સીનનો ડોઝ આપવામાં આવી રહ્યો છે. સરકારી હોસ્પિટલોમાં તે ફ્રીમાં લગાવવામાં આવી રહી છે. વળી, ખાનગી હોસ્પિટલોમાં તેના માટે 250-300 રૂપિયાનો ચાર્જ લાગી રહ્યો છે. દેશમાં અત્યાર સુધી 9.01,98,673 લોકોને કોરોના વેક્સીન લગાવવામાં આવી છે.

ખર્ચા પર પણ PM મોદી કરે ચર્ચાઃ પેટ્રોલના ભાવ પર રાહુલ ગાંધીખર્ચા પર પણ PM મોદી કરે ચર્ચાઃ પેટ્રોલના ભાવ પર રાહુલ ગાંધી

English summary
Aiims nurse Nisha Sharma and P Niveda reaction on vaccinated PM Narendra Modi today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X