For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એર એશિયાની ફ્લાઇટથી માત્ર 990 રૂપિયામાં બેંગલુરુથી ગોવા

|
Google Oneindia Gujarati News

ચેન્નઇ, 30 મે: શુક્રવારના રોજ હવાઇ યાત્રા કરનારા એ તમામ લોકો માટે એર એશિયા તરફથી આખરે એ ગુડ ન્યૂઝ આવી જ ગયા જેની ઇંતેજારી છેલ્લા બે વર્ષોથી કરી રહ્યા હતા. મલેશિયાની અગ્રણી એવિએશન કંપની એર એશિયા 12 જૂનથી ભારતમાં પોતાનું સંચાલન શરૂ કરી દેશે.

શુક્રવારે કંપની તરફથી એ વાતની જાહેરાત કરી દેવામાં આવી છે કે 12 જૂનના રોજ તેની પહેલી ફ્લાઇટ બેંગલુરુ અને ગોવાની વચ્ચે ચલાવવામાં આવશે, જેના માટે ટિકિટની કિંમત 990 રૂપિયા રાખવામાં આવી છે.

કંપનીના સીઇઓ ટોની ફર્નાડીઝે આ અંગે જાણકારી આપી. ભારતમાં તેનું સંચાલન એર એશિયા ઇન્ડિયાના નામની સાથે થશે. ભારતમાં એર એશિયા ટાટા અને ટેલિસ્ટ્રા ટ્રેડપ્લેસની સાથે સંયુક્ત ઉપક્રમે કાર કરશે. કંપનીને 9 માસના લાંબા ઇંતેજાર બાદ ડીજીસીએ તરફથી આ મહિના માટે ફ્લાઇંગ લાયસન્સ આપવામાં આવ્યું છે.

air asia
ફર્નાડીઝે ગુરુવારે માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટર પર એ વાતની જાણકારી આપી કે 12 જૂનના રોજ ટેક ઓફ કરનારી બેંગલુરુથી ગોવાની આ ફ્લાઇટ માટે ટિકિટોનું વેચાણ શુક્રવારથી શરૂ થઇ જશે.

એર એશિયાના મેદાનમાં ઉતરવાની સાથે જ ભારતમાં લૉ કોસ્ટ પ્રાઇવેટ એવિશન કંપનીઓ જેમકે ઇંડિગો, સ્પાઇસ જેટ અને ગો એરની વચ્ચે પ્રતિસ્પર્ધા વધવાની આશા છે, પરંતુ સાથે સાથે ફુલ સર્વિસ એરલાઇન જેવા જેટ એરવેઝ અને એર ઇન્ડિયાની વચ્ચે ઓછી કિંમતની ટિકિટોને લઇને સ્પર્ધા વધી શકે છે.

<blockquote class="twitter-tweet blockquote" lang="en"><p>Very very proud to announce AirAsia India open for sale tomorrow. Wow. First flight June 12th. Ser you all In India on the 12th.</p>— Tony Fernandes (@tonyfernandes) <a href="https://twitter.com/tonyfernandes/statuses/471935153812819968">May 29, 2014</a></blockquote> <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>

એર એશિયા ઘણા સમયથી દેશમાં ઉડાન સેવા શરૂ કરવાની દિશામાં કામ કરી રહ્યું છે. કંપની તરફથી અને સીઇઓ મીતૂ ચાંડિલ્યાની વરણીની સાથે જ કંપની માટે કર્મચારીઓની ભરતી પણ શરૂ કરી દીધી હતી.

એર એશિયાના જણાવ્યા અનુસાર કંપની તરફથી જે ટિકિટ આપવામાં આવશે તેની કિંમતો વર્તમાન બજારમાં હાજર કિંમતોથી 35 ટકા ઓછી હશે.

English summary
Air Asia India to starts operations with its maiden flight from Bangalore to Goa with a price range of just 990 rupees only.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X