For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોશિયલ મીડિયા દ્વારા AIR દરભંગાએ બિહારની બહાર પણ મચાવી ધૂમ

બિહારના એક નાના જિલ્લા દરભંગાના ઑલ ઈન્ડિયા રેડિયો તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મો પર વધુ તેજીથી પ્રસાર થતું જોવા મળી રહ્યું છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ પ્રસાર ભારતીના ઑલ ઈન્ડિયા રેડિયો, દૂરદર્શન કેન્દ્ર અને સ્થાનિક સમાચારના 260થી વધુ યૂનિટને ટ્વિટર પર શરૂ કરી ડિજિટલ દુનિયામાં પોતાની મજબૂત ઉપસ્થિતિ નોંધાવી છે. આમાં બિહારના એક નાના જિલ્લા દરભંગાના ઑલ ઈન્ડિયા રેડિયો તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મો પર વધુ તેજીથી પ્રસાર થતું જોવા મળી રહ્યું છે અન તેની લોકપ્રિયતા પણ વધી રહી છે. આની પાછળ એઆઈઆર દરભંગાના 34 વર્ષના પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર રણધીર ઠાકુરનું મોટું યોગદાન છે, જેમણે સોશિયલ મીડિયા દ્વારા આજના યુવાઓને જોડવાનું કામ કર્યું છે.

all india radio

ડિજિટલ પ્લેટફોર્મ પર એઆઈઆર દરભંગાને સફળ બનાવનાર રણધીર ઠાકુરે 15 વર્ષ સુધી ઈન્ડિયન નેવીને પોતાની સેવા આવી અને હવે એક સ્માર્ટફોન દ્વારા એઆઈઆર દરભંગા સાથે યુવાઓને ડિજિટલ પ્લેટફોર્મ પર જોડવાનું કામ કરે છે. તેઓ કહે છે કે પ્રસાર ભારતીના સીઈઓના સયોગના કારણે જ આજે એઆઈઆર દરભંગા સોશિયલ મીડિયા પર લોકોની વચ્ચે લોકપ્રિયતા બનાવી શક્યું છે.

positive news

વન ઈન્ડિયા સાથેની વાતચીતમાં રણધીર ઠાકુરે જણાવ્યું કે કેવી રીતે તેઓ સોશિયલ મીડિયા દ્વારા લોકોને સ્થાનીય વસ્તુઓ વિશે જણાવે છે. રેડિયો પ્રતિ પોતાના લગાવ વિશે જણાવે છે અને કહે છે કે આ પ્રત્યે લોકોનો રસ ઘટી રહ્યો હતો. પરંતુ હવે ગ્રામિણ વિસ્તારોમાં લોકો રેડિયો પર કાર્યક્રમ સાંભળવાનું વધુ પસંદ કરે છે. પીએમ મોદીના મનની વાત કાર્યક્રમે લોકોને ફરી રેડિયો પ્રતિ આકર્ષિત કર્યા છે અને મોટાભાગના લોકોએ ધીરે-ધીરે રેડિયો સાંભળવાનું ફરીથી શરૂ કર્યું છે.

તેઓ કહે છે કે પીએમ મોદીના ડિજિટલ ઈન્ડિયા અભિયાનથી એમને પ્રેરણા મળી અને એમણે સોશિયલ મીડિયા દ્વારા વિશાળ ઑડિયન્સ સુધી પહોંચવાનું કામ કર્યું. તેઓ જણાવે છે કે યૂટ્યૂબ, સાઉન્ડક્લાઉડ, નવા-નવા વીડિયોને નવી-નવી રીતે લોકોને આકર્ષિત કરે છે. રણધીર ઠાકુર કહે છે કે, 'અમે અમારા શ્રોતાઓ સુધી પહોંચીને દરેક સંભવ રીતનો ઉપયોગ કરી રહ્યા છીએ. મોબાઈલ ફોનનો ઉપયોગ કરનારાઓમાં ચીન બાદ ભારત દુનિયામાં બીજા સ્થાને છે. બિહારમાં દરેક વ્યક્તિ પાસે મોબાઈલ છે. જેના પર વિચાર કરતા અમને જાણવા મળ્યું કે જો કોઈ વ્યક્તિ પાસે મોબાઈલ છે તો તેને અમારા કાર્યક્રમ વિશે માહિતી મળી જશે. આઉટડોર બ્રોડકાસ્ટ કાર્યક્રમ દરમિયાન અમે જોયું કે લોકો પાસે રેડિયો નથી હોતો પરંતુ એમની પાસે મોબાઈલ ફોન હોય છે. માટે તેમના સુધી પહોંચવા માટે અમે સોશિયલ મીડિયા અને નવા મીડિયા ટૂલનો ઉપયોગ કરવાનો પ્લાન બનાવ્યો.'

English summary
AIR Darbhanga's social media push takes radio programmes beyond Bihar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X