અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોની મદદે એરફોર્સ, ગ્લોબમાસ્ટર વિમાન તૈનાત કરાયા!

કાબુલ તાલીબાનોના નિયંત્રણમાં આવવાથી પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે. ઘણા ભારતીયો અફઘાનિસ્તાનમાં પણ ફસાયેલા છે, જો કે સરકારે સુરક્ષાના કારણોસર તેનો આંકડો આપ્યો નથી.

કાબુલ તાલીબાનોના નિયંત્રણમાં આવવાથી પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે. ઘણા ભારતીયો અફઘાનિસ્તાનમાં પણ ફસાયેલા છે, જો કે સરકારે સુરક્ષાના કારણોસર તેનો આંકડો આપ્યો નથી. ફસાયેલા ભારતીયોને પાછા લાવવા માટે IAF ના બે C-17 ગ્લોબમાસ્ટર એરક્રાફ્ટ તૈનાત કરવામાં આવ્યા છે. એક વિમાન રવિવારે રાત્રે ઉપડીને સોમવારે સવારે કાબુલથી મુસાફો સાથે ભારત પહોંચ્યું. બીજું વિમાન મંગળવારે સવારે 130 લોકોને લઈને કાબુલથી પરત કર્યુ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ બંને વિમાન હવે કાબુલ જતા આવતા આવશે.

મુશ્કેલીના સમયમાં દેવદુત બનીને આવે છે ભારતીય એરફોર્સ

મુશ્કેલીના સમયમાં દેવદુત બનીને આવે છે ભારતીય એરફોર્સ

વિદેશોમાં જ્યારે પણ ભારતીયો કટોકટીમાં ફસાય છે ત્યારે વાયુસેના તેમની મદદે પહોંચે છે. ભલે તે કોવિડ-19 રોગચાળાનો સમયગાળો હોય કે યમન સંકટ દરમિયાન ઓપરેશન રાહત. ભારતીય વાયુસેનાએ ભારતીયોને બહાર કાઢ્યા છે. નેપાળમાં ઓપરેશન મૈત્રી હોય, બેલ્જિયમમાં આત્મઘાતી હુમલા બાદ ભારતીયોને બહાર કાઢવાના હોય અથવા લિબિયાના ગૃહયુદ્ધમાંથી ભારતીયોને બચાવવા હોય, ભારતીય એરફોર્સે દરેક વખતે મોર્ચો સંભાળ્યો છે.

ભારત લશ્કરી કાર્યવાહી કરશે?

ભારત લશ્કરી કાર્યવાહી કરશે?

ભારતે કહ્યું કે સોમવારે કાબુલ એરપોર્ટ પરથી કોમર્શિયલ ફ્લાઇટ્સની અવરજવર સ્થગિત કરી દેવામાં આવી છે. આનાથી લોકોને ત્યાંથી બહાર કાવામાં અવરોધ ઉભો થયો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અમે પ્રક્રિયા ફરી શરૂ કરવા માટે ફ્લાઇટ્સ ફરી શરૂ થવાની રાહ જોઇ રહ્યા છીએ. નિવેદન સૂચવે છે કે સરકારને ખાતરી નથી કે સૈન્ય બચાવ કામગીરી શરૂ કરી શકાશે કે કેમ? સૂત્રોએ જણાવ્યું હતું કે કાબુલમાં લશ્કરી કામગીરી હાથ ધરવાની બાબતમાં ઘણી અનિશ્ચિતતા છે. જો કે હજુ સુધી આ વિકલ્પને નકારાયો નથી.

દૂતાવાસ બંધ નહીં કરે ભારત?

દૂતાવાસ બંધ નહીં કરે ભારત?

કેન્દ્રનું નિવેદન એ પણ સૂચવે છે કે ભારત અસ્થાયી ધોરણે પણ દૂતાવાસ બંધ કરવાનું વિચારતું નથી. અફઘાન નાગરિકો જેમણે ભારતના વિકાસ કાર્યક્રમોમાં મદદ કરી છે, તેને તાલીબાનીઓ છેતરપિંડી તરીકે જોશે. ભારત પાસે તેની રાજદ્વારી હાજરી ઘટાડવાનો અથવા સ્થાનિક કર્મચારીઓ પર આધાર રાખીને થોડા દિવસો માટે દૂતાવાસ ચલાવવાનો વિકલ્પ છે. આ અંગેનો નિર્ણય આગામી દિવસોમાં લેવામાં આવી શકે છે.

સરકાર અફધાનિસ્તાન પર નજર રાખી રહી છે

સરકાર અફધાનિસ્તાન પર નજર રાખી રહી છે

સરકારે કહ્યું છે કે તે અફઘાનિસ્તાનની સ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહ્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અમે ઇમરજન્સી નંબરની યાદી બહાર પાડી છે અને લોકો સુધી પહોંચી રહ્યા છીએ. અમે જાણીએ છીએ કે અફઘાનિસ્તાનમાં હજુ પણ કેટલાક ભારતીયો પરત ફરવા માંગે છે અને અમે તેમના સંપર્કમાં છીએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X