વાયુસેનાના પાયલોટ અભિનંદનનુ ગ્રૂપ કેપ્ટન તરીકે પ્રમોશન
બાલાકોટ એર સ્ટ્રાઈક બાદ ભારત અને પાકિસ્તાન એમ બંને દેશની વાયુસેનાઓ આમને સામને આવી ગઈ હતી ત્યારે પાકિસ્તાનના એફ-16ને તોડી પાડનાર ભારતીય વાયુસેનાના પાયલોટ અભિનંદનને પ્રમોશન અપાયુ છે. વિંગ કમાન્ડર તરીકે અત્યાર સુધી ફરજ બજાવ
બાલાકોટ એર સ્ટ્રાઈક બાદ ભારત અને પાકિસ્તાન એમ બંને દેશની વાયુસેનાઓ આમને સામને આવી ગઈ હતી ત્યારે પાકિસ્તાનના એફ-16ને તોડી પાડનાર ભારતીય વાયુસેનાના પાયલોટ અભિનંદનને પ્રમોશન અપાયુ છે. વિંગ કમાન્ડર તરીકે અત્યાર સુધી ફરજ બજાવનારા અભિનંદનને હવે ગ્રૂપ કેપ્ટન તરીકે પ્રમોટ કરવામાં આવ્યા છે.આ પહેલા ભારત સરકાર દ્વારા તેમને વીર ચક્રથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, આ લડાઈ દરમિયાન અભિનંદનનુ મિગ-21 પણ તુટી પડ્યુ હતુ અને તેઓ પીઓકેમાં પેરાશૂટ વડે ઉતર્યા બાદ તેમને બંધક બનાવી લેવાયા હતા.જોકે એ પછી પણ અભિનંદને અભતૂપૂર્વ સંયમ દાખવ્યો હતો.
અભિનંદનની સ્કવોડ્રનને પાકિસ્તાની હુમલો નિષ્ફળ બનાવવા બદલ પ્રશસ્તિ પત્ર પણ એનાયત કરવામાં આવ્યુ હતુ.ઉલ્લેખનીય છે કે, ભારતીય જવાનોની શહીદીનો બદલો લેવા માટે ભારતે બાલાકોટ પર એર સ્ટ્રાઈક કરી હતી અને તેના બીજા દિવસે પાક વાયુસેનાએ ભારતની હવાઈ સીમામાં ઘૂસવાની કોશિશ કરી હતી.












Click it and Unblock the Notifications
