Air India: પાયલટે ગર્લફ્રેન્ડને કૉકપિટમાં બોલાવી, ડીજીસીએએ લીધુ મોટુ પગલું
Air India: એર ઈન્ડિયાની ફ્લાઈટમાં પાયલટે બે મહિના પહેલા પોતાની ગર્લફ્રેન્ડને કૉકપિટમાં બોલાવી હતી, ત્યારબાદ ડીજીસીએએ મોટી કાર્યવાહી કરીને વિમાનના આખા ક્રૂને તાત્કાલિક પ્રભાવથી સેવામાંથી બહાર કરી દીધા છે.
DGCA એ આદેશ આપ્યો છે કે જ્યાં સુધી મામલાની તપાસ ન થાય ત્યાં સુધી દુબઈ-દિલ્લી ફ્લાઈટના સમગ્ર ક્રૂને એર ઓપરેશન્સ બંધ રાખવામાં આવે. તમને જણાવી દઈએ કે કેબિન ક્રૂ મેમ્બરે DGCAમાં ફરિયાદ નોંધાવી હતી કે પાયલટે તેની ગર્લફ્રેન્ડને કોકપિટમાં બોલાવી હતી. આ ઘટના 27 ફેબ્રુઆરીની છે.

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે DGCAને તેની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે સમગ્ર ઘટનામાં ક્રૂની કોઈ ભૂમિકા નથી, પરંતુ જ્યાં સુધી મામલો તપાસ હેઠળ છે ત્યાં સુધી સમગ્ર ક્રૂને રોસ્ટરમાંથી હટાવી દેવામાં આવ્યો છે.
આ કેસમાં જે પ્રકારના આક્ષેપો થયા છે તેના કારણે આ કેસમાં ન્યાયનો સિદ્ધાંત લાગુ પડશે અને પાયલોટને પણ પોતાનો કેસ રજૂ કરવાની તક આપવામાં આવશે. જ્યાં સુધી આ મામલે અંતિમ નિર્ણય ન લેવાય ત્યાં સુધી પાયલોટ પણ રોસ્ટરથી દૂર રહેશે અને એરક્રાફ્ટ ઓપરેશનમાં સામેલ થશે નહીં, એમ અધિકારીએ જણાવ્યું હતું.
વળી, આ સમગ્ર મામલે એર ઈન્ડિયા તરફથી કોઈ માહિતી સામે આવી નથી. 21 એપ્રિલે કહેવામાં આવ્યું હતું કે અમે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે અને મામલાની તપાસ ચાલી રહી છે. એર ઈન્ડિયા વતી કહેવામાં આવ્યું હતું કે અનધિકૃત લોકોને કૉકપિટમાં જવાની મંજૂરી નથી, જો આવી કોઈ ઘટના બને છે તો તે નિયમોનું ઉલ્લંઘન છે.












Click it and Unblock the Notifications
