For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Air India : નશામાં ધુત પેસેન્જરે કર્યો મહિલા પર પેશાબ, થશે આ કાર્યવાહી

એક નશામાં ધૂત વ્યક્તિ તેની સીટ પાસે આવ્યો અને મારા પર પેશાબ કર્યો હતો. આ પછી પણ તે વ્યક્તિ મારી પાસે ઉભો રહ્યો હતો. જે બાદ સહ-પ્રવાસીના કહેવા પર તે ત્યાંથી હટાવવામાં આવ્યો હતો.

|
Google Oneindia Gujarati News

Air India : સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે, વિમાનમાં પ્રવાસ કરતા લોકો વ્યવસ્થિત અને શિસ્તબદ્ધ હોય છે. જોકે આ માન્યતા હવે બદલાઇ રહી છે. થોડા સમય પહેલા થાઈ સ્માઈલ એરવેઝની ફ્લાઈટમાં કેટલાક લોકો વચ્ચે ઝઘડો થયો હતો. તેમની દલીલ એટલી હદે વધી ગઇ હતી કે, ત્રણ-ચાર લોકો મળીને એક વ્યક્તિને માર માર્યો હતો. હવે બીજા એક શર્મનાક સમાચાર સામે આવ્યા છે. ન્યુયોર્કથી દિલ્હી જઇ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં એક ઘૃણાસ્પદ કિસ્સો સામે આવ્યો છે.

મીડિયા રિપોર્ટ અનુસાર આ ઘટના 26 નવેમ્બર, 2022ની છે. મહિલાએ તેના પત્રમાં લખ્યું છે કે, પ્લેનમાં ક્રૂ મેમ્બર્સ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવા માટે સજાગ ન હતા. એરલાઈન્સ દ્વારા તેમની સલામતી અને સુવિધા સુનિશ્ચિત કરવા માટે કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા.

શું છે સમગ્ર ઘટના

શું છે સમગ્ર ઘટના

મહિલાએ તેના પત્રમાં જણાવ્યું છે કે, તે ન્યૂયોર્કના જ્હોન એફ કેનેડી એરપોર્ટથી દિલ્હી જવા માટે એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-102માંમુસાફરી કરી રહી હતી.

લંચ બાદ વિમાનની લાઈટો બંધ થઈ ગઈ. આ દરમિયાન એક નશામાં ધૂત વ્યક્તિ તેની સીટ પાસે આવ્યો અનેમારા પર પેશાબ કર્યો હતો. આ પછી પણ તે વ્યક્તિ મારી પાસે ઉભો રહ્યો હતો. જે બાદ સહ-પ્રવાસીના કહેવા પર તે ત્યાંથી હટાવવામાંઆવ્યો હતો.

જંતુનાશક દવાનો છંટકાવ કરીને એર હોસ્ટેસ નીકળી ગઈ

જંતુનાશક દવાનો છંટકાવ કરીને એર હોસ્ટેસ નીકળી ગઈ

મહિલાએ જણાવ્યું કે, ઘટના બાદ તેના કપડા, બેગ, જૂતા પેશાબથી સંપૂર્ણપણે ભીંજાઈ ગયા હતા. તેણે આ અંગે ક્રૂ મેમ્બર્સને જાણ કરી,ત્યારબાદ એર હોસ્ટેસ આવી અને જંતુનાશક દવાનો છંટકાવ કરીને જતી રહી. થોડા સમય બાદ તેને પાયજામા અને ડિસ્પોઝેબલ ચપ્પલનીજોડી આપવામાં આવી.

મહિલાએ કહ્યું કે, પેશાબ કરનાર વ્યક્તિ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા બાદતે વ્યક્તિ ત્યાંથી નીકળી ગયો હતો.

એર ઈન્ડિયાએ નોંધાવી FIR

એર ઈન્ડિયાએ નોંધાવી FIR

ટાટા ગ્રુપના ચેરમેનને પત્ર લખ્યા બાદ એર ઈન્ડિયા કાર્યવાહીના મૂડમાં છે. એક અધિકારીએ જણાવ્યું કે, 26 નવેમ્બરના રોજ બનેલી આઘટનાના સંબંધમાં પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આ સિવાય એર ઈન્ડિયા દ્વારા આ ઘટનાની તપાસ માટે એક આંતરિકસમિતિની પણ રચના કરવામાં આવી છે અને પુરુષ મુસાફરને 'નો-ફ્લાય લીસ્ટ'માં મૂકવાની ભલામણ પણ કરવામાં આવી છે.

ડિરેક્ટોરેટે રિપોર્ટ માંગ્યો

ડિરેક્ટોરેટે રિપોર્ટ માંગ્યો

નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે પણ આ મામલે એરલાઈન પાસેથી રિપોર્ટ માંગ્યો છે. નિદેશાલયનું કહેવું છે કે, બેદરકારી દાખવનારાઓસામે કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ દિલ્હી પોલીસનું કહેવું છે કે, એર ઈન્ડિયાની ફરિયાદ પર એફઆઈઆર નોંધવામાં આવી રહીછે.

English summary
Air India : Drunk passenger urinated on woman, this action will be taken
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X