For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

15 મે બાદ શરૂ થઈ શકે છે એર ઈન્ડિયાની ફ્લાઈટો, સ્ટાફને તૈયાર રહેવા કહ્યુ

એર ઈન્ડિયાની ફ્લાઈટો 15 મે બાદ શરૂ થઈ શકે છે. એરલાઈન્સે કહ્યુ છે કે અમુક ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો મધ્ય મે બાદ શરૂ થઈ શકે છે.

|
Google Oneindia Gujarati News

એર ઈન્ડિયાની ફ્લાઈટો 15 મે બાદ શરૂ થઈ શકે છે. એરલાઈન્સે કહ્યુ છે કે અમુક ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો મધ્ય મે બાદ શરૂ થઈ શકે છે. પોતાના સ્ટાફને પણ એરલાઈન્સે આ અંગે સૂચિત કર્યુ છે અને તૈયાર રહેવા માટે કહ્યુ છે. તમને જણાવી દઈએ કે એક મહિનાથી વધુ સમય દેશમાં ફ્લાઈટો બંધ છે. 25 માર્ચથી દેશમાં લૉકડાઉન છે અને ત્યારથી ઉડાનો પણ બંધ છે.

air india

એર ઈન્ડિયાએ પોતાના પાયલટો અને કેબિન ક્રૂ મેમ્બર્સ અને ડોમેસ્ટીક તેમજ આંતરરાષ્ટ્રીય ઑપરેશન્સ માટે ટ્રાન્સપોર્ટ સિક્યોરિટી પાસની ડિટેલ્સ આપવામાં આવી છે. મેલમાં કહેવામાં આવ્યુ છે કે મે 2020ના મધ્યમાં 25 ટકાથી 30 ટકા ફ્લાઈટો શરૂ કરવાની સંભાવના છે. એટલા માટે તમને અનુરોધ છે કે તમે આના માટે તૈયાર રહો.

તમને જણાવી દઈએ કે પહેલા 14 એપ્રિલ સુધી માટે લૉકડાઉન લાગુ કરવામાં આવ્યુ હતુ. એવામાં ઘણી એરલાઈન્સે 15 મે ટિકિટોનુ બુકિંગ શરૂ પણ કરી દીધુ હતુ. લૉકડાઉનને ફરીથી લંબાવ્યા બાદ આને અનિશ્ચિત સમય માટે ટાળી દેવામાં આવ્યુ. સરકાર તરફથી હજુ સુધી લૉકડાઉન બાદ છૂટ અને રેલવે, ફ્લાઈટો અને બસ સેવા વિશે કંઈ સ્પષ્ટ કર્યુ નથી. કોરોના વાયરસનો ખતરો દેશ અને દુનિયામાં વધી રહ્યો છે. દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 33 હજારને પાર પહોંચી ગઈ છે. આરોગ્ય મંત્રાલય તરફથી જારી અધિકૃત આંકડાઓ મુજબ ભારતમાં કોરોના વાયરસ પૉઝિટીવ કેસોની સંખ્યા ગુરુવારે 33050 થઈ ગઈ છે અને 1074 લોકોના અત્યાર સુધી મોત થઈ ચૂક્યા છે.

આ પણ વાંચોઃ નિધનના 28 દિવસ પહેલા ઋષિ કપૂરે કર્યુ હતુ છેલ્લુ ટ્વિટ, જાણો શું લખ્યુ હતુ આ પણ વાંચોઃ નિધનના 28 દિવસ પહેલા ઋષિ કપૂરે કર્યુ હતુ છેલ્લુ ટ્વિટ, જાણો શું લખ્યુ હતુ

English summary
Air India Flight Services Could Resume from Mid May airlines Asks Staff to be
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X