For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રશિયા સાથે તણાવ વચ્ચે એર ઈન્ડિયાનુ વિશેષ વિમાન યુક્રેન રવાના, સ્વદેશી નાગરિકોની થશે વાપસી

રશિયા અને યુક્રેન વચ્ચે વધતા વિવાદને જોતા ભારતે યુક્રેનથી પોતાના નાગરિકોને બહાર કાઢવાની પ્રક્રિયા તેજ કરી દીધી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ રશિયા અને યુક્રેન વચ્ચે વધતા વિવાદને જોતા ભારતે યુક્રેનથી પોતાના નાગરિકોને બહાર કાઢવાની પ્રક્રિયા તેજ કરી દીધી છે. આ પ્રક્રિયા હેઠળ એર ઈન્ડિયાનુ વિશેષ વિમાન યુક્રેનથના બોરિસ્પિલથી ભારતીય છાત્રો, નાગરિકોને પાછા લઈને આવશે. એર ઈન્ડિયાના એક મોટા અધિકારીએ જણાવ્યુ કે એર ઈન્ડિયાનુ પહેલુ વિશેષ વિમાન એઆઈ-1946 આજે યુક્રેનથી ભારતીય નાગરિકોને ભારત લઈને આવશે. હાલમાં એર ઈન્ડિયા ત્રણ વિમાનને યુક્રેન અને ભારત વચ્ચે સંચાલન કરી રહ્યુ છે. સોમવારે જ એર ઈન્ડિયાનુ આ વિશેષ વિમાન ભારતના નાગરિકોને લાવવા માટે ત્રણ વિમાનોનુ સંચાલન યુક્રેન-ભારત વચ્ચે કરવામાં આવશે જેનાથી ભારતીય છાત્રો તેમજ નાગરિકોને યુક્રેનમાં વધતા સંકટ વચ્ચે સ્વદેશ પાછા લાવવામાં આવશે.

air inidia

આ પહેલા એર ઈન્ડિયાએ નિવેદન જાહેર કરીને કહ્યુ હતુ કે ત્રણ વિમાન 22 ફેબ્રુઆરી, 24, ફેબ્રુઆરી, 26 ફેબ્રુઆરી વચ્ચે યુક્રેનથી ભારત માટે ઉડાન ભરશે. એર ઈન્ડિયાનુ વિશેષ વિમાન જેની કુલ ક્ષમતા 200 છે તેણે દિલ્લીથી ઉડાન ભરી છે અને તે આજે નાગરિકોને લઈને પાછુ ભારત આવશે. તમને જણાવી દઈએ કે રશિયા અને યુક્રેન વચ્ચે તણાવને લઈને ભારતે આજે યુએન સિક્યોરિટી કાઉન્સિલમાં ચિંતા વ્યકત કરી અને બધા પક્ષોને સંયમ રાખવાની અપીલ કરી.

યુએનએસસીમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ ત્રિમૂર્તિએ કહ્યુ કે રશિયા અને યુક્રેન વચ્ચે સીમા પર વધતો તણાવ ખૂબ જ ચિંતાનો વિષય છે. બધા પક્ષોએ સંયમથી કામ લેવાની જરુર છે. સમસ્યાનુ સમાધાન રાજકીય વાટાઘાટોથી કાઢી શકાય છે. ત્રિમૂર્તિએ કહ્યુ કે ભારતના 20 હજાર છાત્રો અને નાગરિકો યુક્રેનમાં છે. તે સીમાવર્તી વિસ્તારોમાં પણ છે અને તેમની સુરક્ષા અમારા માટે પ્રાથમિકતા છે. તમને જણાવી દઈએ કે યુક્રેનને ત્રણ ભાગમાં વહેંચી દેવામાં આવ્યુ છે અને બે ક્ષેત્રને અલગ દેશની માન્યતા આપી દેવામાં આવી છે. ત્યારબાદથી વિસ્તારમાં તણાવ ખૂબ જ વધી ગયો છે.

English summary
Air India special flight depart to bring back Indian students and nationals from Ukraine.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X