For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં એરપોર્ટના ખાનગીકરણ સામે એરપોર્ટ કર્મચારીઓનો વિરોધ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 23 ઓક્ટોબર : ભારતમાં 6 વિમાનીમથકોનું ખાનગીકરણ કરવાની કેન્દ્ર સરકારની હિલચાલ સામે વિરોધ દર્શાવવા માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા સાથે સંકળાયેલા હજારો કર્મચારીઓએ આજે દેશભરમાં રીલે ભૂખહડતાળ આદરી છે. એરપોર્ટ એમ્પ્લોઇઝ યુનિયનના કર્મચારીઓએ આગામી સમયમાં પોતાનો વિરોધ ઉગ્ર બનાવવાની ચિમકી પણ આપી છે.

એએઆઈના અનેક યુનિયનોના કર્મચારીઓએ જોઈન્ટ ફોરમની રચના કરી છે અને નવી દિલ્હીમાં રાજીવ ગાંધી ભવન ખાતે મુલ્કી ઉડ્ડયન મંત્રાલયની સામે તેમજ દેશભરમાં એએઆઈના કાર્યાલયોમાં ત્રણ-દિવસ લાંબી હડતાળ શરૂ કરી છે. કેન્દ્ર સરકાર જે એરપોર્ટ્સનું ખાનગીકરણ કરવા ઇચ્છે છે તેમાં અમદાવાદ, ચેન્નાઈ, કોલકાતા, ગુવાહાટી, જયપુર અને લખનઉના એરપોર્ટનો સમાવેશ થાય છે.

airport-employees-union-oppose-government-s-privatisation-move

એએઆઈ એમ્પલોઈઝ યુનિયનના મહામંત્રી બી.એસ. અહલાવતનું કહેવું છે કે એએઆઈ દ્વારા આ એરપોર્ટના આધુનિકીકરણ પાછળ કરોડો રૂપિયાનું ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે તેથી તેમનું ખાનગીકરણ કરવાનું નક્કી કરાઈ રહ્યું છે. ઉડ્ડયન મંત્રાલયની આ હિલચાલ સામે અમારો વિરોધ છે.

English summary
Airport employees' union oppose government's privatisation move
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X