ઇટલીના રાજદૂતને દેશની બહાર જતા રોકવા એરપોર્ટ પર એલર્ટ

ભારતના બે માછીમારોની હત્યાના આરોપી બંને મરીનોને પાછા મોકલવા અંગે ઇટાલની સરકારે ના પાડી ત્યાર બાદ સુપ્રિમ કોર્ટની પરવાનગ લીધા વગર ઇટલીના રાજદૂતને ભારતની બહાર જવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. બેને મરીનોને અદાલતે ચૂંટણીમાં મતદાન કરવા જવા દેવાની અનુમતિ આપી હતી. આ સાથે જ ઇટાલિયન રાજદૂતે પણ તેમને પાછા લાવવાનું આશ્વાસન આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે 15 ફેબ્રુઆરી, 2012ના રોજ ઇટાલિયન જહાજ 'એનારિકા લેક્સી' પર નિયુક્ત બંને મરીનોએ બે ભારતીય માછીમારોની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.












Click it and Unblock the Notifications
