For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આસામમાં પૂરની પીડા ઓછી કરવા એરટેલ આ રીતે કરી રહ્યું છે મદદ

સતત વરસી રહેલા વરસાદને કારણે આવેલા વિનાશક પૂરના પ્રકોપની અસરથી આસામ હાલ ત્રસ્ત છે.

By Ankit Patel
|
Google Oneindia Gujarati News

સતત વરસી રહેલા વરસાદને કારણે આવેલા વિનાશક પૂરના પ્રકોપની અસરથી આસામ હાલ ત્રસ્ત છે. રાજ્યના અનેક જિલ્લાઓ હજી પણ પાણી હેઠળ છે તથા અનેક પરિવારો હજી પણ અસરગ્રસ્ત છે. કે આસામના અગ્રણી મોબાઈલ નેટવર્ક તરીકે એરટેલ અને તેની નેટવર્ક ટીમો ઉત્તર-પૂર્વના આ રાજયમાં હાથ ધરાઈ રહેલા પૂર રાહત કાર્યોમાં યોગદાન આપવા માટે સમય જોયા વિના કામ કરી રહી છે.

આસામમાં વર્તમાન પરિસ્થિતિ

પાણીનું સ્તર નીચે ઉતરવાની શરૂઆત થઈ હોવા છતાં, આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટી તરફથી આવતા અહેવાલો સૂચવે છે કે 12 જિલ્લાના 268 ગામોમાં આશરે 1,65,763 લોકો હજી પણ પૂરની અસર હેઠળ છે. મૃતકોની સંખ્યાના નવા આંકડા હજી પણ બહાર આવી રહ્યા હોવાથી કુલ મરણાંક 91 સુધી પહોંચી ગયો છે.

હાલ, 615 રાહત છાવણીઓમાં 99,000 લોકોને આશ્રય આપવામાં આવ્યો છે. પ્રેસ ટ્રસ્ટ ઑફ ઈન્ડિયા (પીટીઆઈ)ના અહેવાલ મુજબ 12 જિલ્લાઓમાં આ છાવણીઓ કાર્યરત છે. પાંચ જિલ્લાઓમાં 49 રાહત વિતરણ કેન્દ્રો શરુ કરવામાં આવ્યા છે. વિવિધ ક્ષેત્રની સેલિબ્રિટિઝ ઉપરાંત કૉર્પોરેટ હસ્તીઓ પણ મદદ અને રાહત પહોંચાડવા માટે સક્રિય છે.

કનેક્ટિવિટીની ખાતરી

રાજ્યમાંના અનેક પરિવારોના ઘરોને બહુ ખરાબ રીતે અસર થઈ હોવાથી તેમને પોતાના ઘરથી દૂર જવું પડ્યું છે. વિસ્થાપિત થઈ ગયેલાઓમાંના અનેક લોકો પોતાના પ્રિયજનોના સંપર્કમાં રહી શકે એમ નથી. આવા લોકો તરફ મદદનો હાથ લંબાવવા અને સંપર્ક સંબંધીત સમસ્યાઓને ઓછી કરવા માટે એરટેલ એ વાતની તકેદારી રાખી રહ્યું છે કે પૂર-ગ્રસ્ત વિસ્તારોમાં નેટવર્ક કનેક્ટિવિટી જળવાઈ રહે. આ માટે એરટેલ પોતાની એલટીઈ-900 ટેક્નૉલૉજીની મદદ લઈ રહ્યું છે, જે તમે ઘરની અંદર પણ હો તો તમને નેટવર્ક પૂરું પાડે છે.

ભારતના સૌથી મોટા એકીકૃત ટેલિકૉમ્યુનિકેશન સેવા પ્રદાતા, એરટેલ રાજ્યમાંના 30 જિલ્લાઓમાં પોતાના ગ્રાહકોને નિઃશુલ્ક કૉલિંગ અને ડેટાનો લાભ આપી રહ્યા છે. આ પૂર-ગ્રસ્ત ક્ષેત્રના પ્રીપેઈડ અને પોસ્ટ-પેઈડ બંને ગ્રાહકો આ વધારાના લાભો મેળવી શકે છે.

રહો કનેક્ટેડ

Airtel

ગ્રાહકો તેના મિત્રો તથા પરિવારજનો સાથે જોડાયેલા રહે એ વાતની તકેદારી રાખવા માટે એરટેલે ફ્રી ક્રેડિટ ટૉક ટાઈમ સાથે 100એમબીથી પાંચ જીબી વચ્ચેના 3જી/4જી ડેટા આપવાની જાહેરાત કરી છે. આ લાભો સાથે પ્રીપેઈડ વપરાશકારોએ રિચાર્જ મેળવવા માટે સંઘર્ષ કરવાની જરૂર રહેતી નથી. તો પોસ્ટ-પેઈડ ગ્રાહકો માટે બિલની ચૂકવણીની તારીખો લંબાવવામાં આવી છે.

"આસામના અગ્રણી મોબાઈલ ઑપરેટર અને જવાબદાર કૉર્પોરેટ નાગરિક તરીકે અમે સરકાર અને તંત્રના પ્રયાસોને આધાર આપવા માટે આ પહેલ હાથ ધરી છે, જેથી નાગરિકો આ કુદરતી આપદાના સમયમાં પણ એકમેક સાથે જોડાયેલા રહે તેની ખાતરી રહે," એમ ભારતી એરટેલના નૉર્થ ઈસ્ટ ઍન્ડ આસામના ચિફ ઑપરેટિંગ ઑફિસર સોવન મુખરજી જણાવે છે.

એરટેલ - ખરો મિત્ર

Airtel

દેશ પર જ્યારે પણ કુદરતી આપદા ત્રાટકી છે ત્યારે એરટેલે હંમેશા મદદનો હાથ આગળ કર્યો છે. નજીકના ભૂતકાળમાં, ઓડિશામાં ફાની વાવાઝોડાએ વિનાશ વેર્યો હતો અને જાન-માલનું બહુ મોટું નુકસાન થયું હતું ત્યારે પરિસ્થિતિ સામે મુકાબલો કરવામાં મદદરૂપ થવા અસરગ્રસ્ત વિસ્તારોમાં એરટેલે વૉર રુમ બનાવ્યા હતા. પોતાના ગ્રાહકો મુશ્કેલ સમયમાં પોતાના પ્રિયજનો સાથે કનેક્ટેડ રહી શકે એ માટે દેશના અગ્રણી ટેલિકૉમ ઑપરેટરે હંમેશાં તેમની મદદ કરી છે અને તેમની યથાસંભવ દરેક રીતે મદદ કરવી એને પોતાની સામાજિક જવાબદારી બનાવી છે.

English summary
Airtel is helping to ease the pain of floods in Assam
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X