બગાવત બાદ શરદ પવારને મળવા પહોંચ્યા અજીત પવાર, ગણતરીની મિનિટોમાં જ પરત ફર્યા

મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટી ઉથલપાથલ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. એનસીપી સાથે દગો કરીને બીજેપી અને એકનાથ શિંદેની સરકારમાં નાયબ મુખ્યમંત્રી બનેલા અજીત પવાર શરદ પવારને તેમના નિવાસ સ્થાને મળવા પહોંચ્યા હતા.

શુક્રવારે ખાતાઓની ફાળવણી બાદ અજીત પવાર શરદ પવારને મળવા તેમના નિવાસ સ્થાન સિલ્વર ઓક પહોંચ્યા હતા. જણાવી દઈએ કે, શરદ પવારના પત્ની પ્રતિભા પવારને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. એનસીપી પાર્ટી પ્રવક્તાના જણાવ્યા અનુસાર, તેમને હાથની સર્જરી માટે હોસ્પિટલ ખસેડાયા છે. તેમની પુત્રી સુપ્રિયા સુલે અને શરદ પવાર પણ હોસ્પિટલ પહોંચ્યા હતા.

Ajit pawar

આ તમામ ઘટનાક્રમ વચ્ચે અજીત પવાર શરદ પવારને મળવા તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. આ બન્ને નેતાઓ વચ્ચે બગાવત બાદની પહેલી મુલાકાત હતી. અહીં પહોંચેલા અજીત પવાર ગણતરીની મીનિટોમાં જ રવાના પણ થઈ ગયા હતા.

જણાવી દઈએ કે, અજીત પવાર શરદ પવારના ફેમિલીથી એકદમ નજીક હતા. જો કે અજીત પવાર પાર્ટી અને શરદ પવાર સાથે દગો કરીને બીજેપીનો હાથ પકડતા આ સંબંધોમં ખટાસ આવી છે. અજીત પવાર અને શરદ પવાર લગભગ 15 મીનિટ સાથે રહ્યા અને પછી અજીત પવાર રવાના થઈ ગયા. આ મુદ્દે કોઈપણ તરફથી કોઈએ સત્તાવાર નિવેદન સામે નથી આવ્યુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X