For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી તરીકે અજીત 'Pawar Back'

|
Google Oneindia Gujarati News

ajit pawar
મુંબઇ, 7 ડિસેમ્બર: સિંચાઇ પરિયોજનામાં સરકારના શ્વેતપત્રમાં ક્લીન ચીટ મળી ગયાના એક જ અઠવાડિયા બાદ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અજીત પવારે આજે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી તરીકેના શપથ લીધા.

પાર્ટી અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી શરદ પવારના ભત્રીજા અજીત પવારે રાજભવનમાં શપથ ગ્રહણ કર્યા હતા. રાજ્યપાલ કે. શંકરનારાયણને મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણની હાજરીમાં પવારને શપથ અપાવ્યા હતા.

આને વખોડનાર વિપક્ષી પાર્ટીઓ શિવસેના, ભાજપા, શપથગ્રહણ સમારંભમાં હાજરી આપી ન્હોતી. પવારે સિંચાઇ પરિયોજનાઓમાં ભ્રષ્ટાચારના આરોપોને ધ્યાનમાં રાખી 25 સપ્ટેમ્બરે નાટકીય રીતે રાજીનામુ આપવાની જાહેરાત કરી કોંગ્રેસ-રાંકાપા સરકારને મુશ્કેલીમાં મૂકી દીધી હતી, કારણ કે પાર્ટીના અન્ય બધા 19 મંત્રી રાજીનામાં આપી દેવાની માંગ કરી હતી.

અજીત પવારે મીડિયામાં આવેલા સમાચારોના પગલે પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધું. મીડિયા અહેવાલો અનુસાર અજીત પવારે 1999થી લઇને 2009ની વચ્ચે સિંચાઇમંત્રી પદ પરથી 20 હજાર કરોડના કોન્ટ્રાક્ટ મનફાવે તેમ આપ્યા હતા. બાદમાં સિંચાઇ વિભાગે 29 નવેમ્બરના રોજ રાજ્યમંત્રી મંડળને સોંપવામાં આવેલ શ્વેતપત્રમાં દાવો કરવામાં આવ્યો કે મહારાષ્ટ્રમાં છેલ્લા દસ વર્ષમાં સિંચાઇ ક્ષમતામાં 28 ટકાનો વધારો થયો છે.

શ્વેતપત્રમાં ક્લિન ચીટ મળ્યા બાદ એક અઠવાડિયામાં જ અજીત પવાર ઉપમુખ્યમંત્રી પદ માટે શપથ ગ્રહણ કરી લીધા છે. જોકે વિપક્ષી પાર્ટીઓએ આની સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. અને સીબીઆઇ તપાસની માંગ કરી હતી.

English summary
Senior NCP leader Ajit Pawar was today reinducted as Maharashtra Deputy Chief Minister after a government white paper on irrigation gave him a clean chit even as the Opposition Shiv Sena-BJP boycotted his swearing-in ceremony, terming his comeback as a "farce."
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X