For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મેં જેને ભણાવ્યો તે અજમલ કસાબ જીવિત : પાકિસ્તાની શિક્ષક

|
Google Oneindia Gujarati News

લાહોર, 8 મે : વર્ષ 2008ના મુંબઇ આતંકવાદી હુમલાના દોષિત અજમલ કસાબને કથિત રીતે ભણાવનારા શિક્ષકે પાકિસ્તાનની એક અદાલતમાં જણાવ્યું છે કે જે અજમલ કસાબને તેઓ જાણતા હતા, તે હજી પણ જીવિત છે. ભારતમાં તેને ફાંસી નથી થઇ.

લાહોરથી અંદાજે 120 કિલોંમીટર દૂર પંજાબના ઓકારા જિલ્લાના દેપાલપુર તાલુકાના ફરીદકોટ સ્થિત એક પ્રાથમિક શાળાના શિક્ષકે જણાવ્યું છે કે મેં અજમલ કસાબને ભણાવ્યો હતો. પણ એને નહીં જેને મુંબઇ હુમલા બદલ ભારતમાં ફાંસી આપવામાં આવી છે.

ajmal-kasab

સૂત્રોએ પીટીઆઇને જણાવ્યું છે કે જે અજમલ કસાબને મેં ભણાવ્યો હતો, તે હજી પણ જીવિત છે. જેને ભારતમાં ફાંસી થઇ તેનો દાખલો આ શાળામાં થયો ન હતો. શિક્ષકે આ સાથે જ વિદ્યાર્થીનો સ્કૂલ રેકોર્ડ પણ રજૂ કર્યો છે.

આ શિક્ષક ઇસ્લામાબાદ સ્થિત આતંકવાદી વિરોધી અદાલતમાં ફરિયાદી પક્ષના ગવાહ હતા. તેઓ વર્તમાન સમયમાં ભારતીય આર્થિક રાજધાની મુંબઇમાં થયેલા હુમલાની સુનવણી કરી રહી છે. આ હુમલામાં 166 લોકો માર્યા ગયા હતા.

કસાબના નિવેદનનું અંગ્રેજીમાં ભાષાંતર કરનારા પંજાબની એનએએમએએલ યુનિવર્સિટીના હિન્દી વિભાગના પ્રમુખ પણ આ અદાલતમાં રજૂ થયા હતા. પરંતુ તેઓ કસાબના નિવેદનના અનુવાદને રજૂ કરી શક્યા ન હતા. કારણ કે બચાવ પક્ષે એમ કહીને વાંધો ઉઠાવ્યો હતો કે કસાબના નિવેદનને આ મામલામાં હિસ્સો બનાવવાનો બાકી છે. ત્યાર બાદ અદાલતે આ કેસની સુનવણી 14 મે, 2014 સુધી મુલતવી રાખી છે.

English summary
A teacher, who allegedly taught the 2008 Mumbai attack convict Ajmal Kasab, on Thursday told a Pakistani court that the Ajmal he knew is alive and was not the one hanged in India. 
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X