For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વારાણસીને 24 કલાક વિજળી આપશે અખિલેશ સરકાર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

akhilesh-modi
લખનઉ, 2 જૂન: ઉત્તર પ્રદેશના લોકો વિજળીના ઘટાડા માટે જ્યાં ભીષણ ગરમીનો સામનો કરી રહ્યાં છે, તો બીજી તરફ અખિલેશ સરકારે વારાણસીને 24 કલાક વિજળી પુરી પાડવાનો નિર્ણય કર્યો છે. વારાણસી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંસદીય વિસ્તાર છે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવે જાહેરાત કરી છે કે વારાણસી વિજળી કાપ મુક્ત વિસ્તાર હશે. અખિલેશ સરકારે આ મુદ્દે પૂર્વાચલ વિજળી વિતરણ નિગમના એમડીને નિર્દેશ જાહેર કરી દિધો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસોથી ઉત્તર પ્રદેશ વિજ સંકટનો સામનો કરી રહ્યો છે અને ગરમીથી લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

બીજી તરફ વારાણસીમાં 24 કલાક વિજળી પુરી પાડવાની માંગને લઇને અનિશ્વિતકાલીન અનશન પર બેઠેલા ભાજપના ધારાસભ્ય શ્યામ દેવ રાય ચૌધરીના મુખ્યમંત્રી અખિલેશ યાદવે આજે અનશન તોડાવ્યા.

વારાણસી દક્ષિણ સીટ પરથી સાતવાર ધારાસભ્ય ચૂંટાયેલા 75 વર્ષીય ચૌધરીએ વારાણસી માટે ચોવીસ કલાક વિજળી પુરી પાડવાની માંગ કરતાં 27 મેના રોજ પોતાના અનશન શરૂ કર્યા હતા.

શ્યામ દેવ રાય ચૌધરીએ કહ્યું કે અહીંથી વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના લોકસભા ચૂંટણી જીત્યા બાદ વારણસીમાં વિજળીનો કાપ કરવામાં આવી રહ્યો છે. શ્યામ દેવ રાયની ખરાબ સ્વાસ્થને ધ્યાનમાં રાખતાં જિલ્લધીશે તેમને આ મુદ્દાના સમાધાન માટે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરવા અને પોતાના અનશન તોડવાની અપીલ કરી હતી.

English summary
Uttar Pradesh Chief Minister Akhilesh Yadav, Monday, issued orders to make Varansai a power-cut free district.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X