ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને અખિલેશ યાદવનો મોટો દાવો, જાણો શું કહ્યું?
ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યુ છે ત્યારે હવે સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે મોટો દાવો કર્યો છે.
ગાંધીનગર : ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યુ છે ત્યારે હવે સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે મોટો દાવો કર્યો છે. અખિલેશ યાદવે મોટુ નિવેદન આપતા કહ્યું કે, બીજેપી ગુજરાતમાં હારી રહી છે. અહીં તમને જણાવી દઈએ કે, ગુજરાત સાથે સાથે ઉત્તરપ્રદેશની મૈનપુરી, રામપુર અને ખતૌલી વિધાનસભા સીટ પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે.

અખિલેશ યાદવ મત આપવા માટે મૈનપુરી પહોંચ્યા હતા અને અહીથી તેમનું નિવેદન સામે આવ્યુ હતું. અહીં તેમણે મતદાન કર્યા બાદ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, મને આશા છે કે સમાજવાદી પાર્ટીની સારી જીત થશે. 2024 શરૂ થશે પરંતુ સૌથી મોટી વાત એ છે કે નેતાજી આ ક્ષેત્રમાં કામ કરતા રહ્યા છે. આ નેતાજીનો વિસ્તાર રહ્યો છે, નેતાજીને યાદ કરીને લોકો મતદાન કરવા આવી રહ્યા છે.
અહીં તેમણે મોટો આરોપ લગાવતા કહ્યું કે, જે દિવસથી ચૂંટણી શરૂ થઈ તે દિવસથી વહીવટીતંત્ર કોના આદેશ પર કામ કરી રહ્યું છે? ફિલ્મી સ્ટાઈલમાં નોમિનેશનના દિવસે વાહનોને રોકવામાં આવ્યા હતા. સપાને વોટ ન આપવા માટે પોલીસને કહેવામાં આવ્યુ છે. મત ન મળે તે માટે તમામ હથકંડાઓ અપનાવવામાં આવ્યા છે. પોલીસ દરેક જગ્યાએ મોટી સંખ્યામાં ઉભી છે, લોકોને મીટિંગમાં જવા દેવાની મંજૂરી ન આપવાનો પ્રયાસ કરી રહી છે.












Click it and Unblock the Notifications
