For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તંગીથી પરેશાન હતી એસિડ અટેક પીડિતા, અક્ષયે મોકલી મદદ

એસિડ એટેક સામે લડાઈનો ચહેરો બનીને ઉભરેલી લક્ષ્મી અગ્રવાલ હાલમાં આર્થિક તંગી સામે ઝૂઝૂમી રહી છે. હાલત એટલી ખરાબ બની છે કે હાલમાં તેની પાસે નોકરી નથી.

|
Google Oneindia Gujarati News

એસિડ એટેક સામે લડાઈનો ચહેરો બનીને ઉભરેલી લક્ષ્મી અગ્રવાલ હાલમાં આર્થિક તંગી સામે ઝૂઝૂમી રહી છે. હાલત એટલી ખરાબ બની છે કે હાલમાં તેની પાસે નોકરી નથી અને તેની દીકરીનું પાલન પોષણ કરવા માટે જરૂરી પૈસા પણ નથી. નોકરી નહીં હોવાને કારણે તે પોતાના ઘરનું ભાડું આપવા માટે સક્ષમ નથી. હાલમાં જ તેમને હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલા એક ઇન્ટરવ્યૂમાં આ બાબતે ખુલાસો કર્યો હતો. તેમની આ હાલત જોઈને બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર તેમની મદદ માટે આગળ આવ્યા છે. અક્ષય કુમારે એસિડ અટેક પીડિતા લક્ષ્મી અગ્રવાલને 5 લાખ રૂપિયાની મદદ કરી છે.

લક્ષ્મી 1 વર્ષથી જોબલૅસ

લક્ષ્મી 1 વર્ષથી જોબલૅસ

લક્ષ્મીએ 1 વર્ષથી જોબલૅસ હોવાની વાત કહી છે. તેને જણાવ્યું કે તેને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. હિન્દુસ્તાન ટાઈમ્સ અનુસાર અક્ષય કુમારને જયારે આ બાબતની જાણ થઇ ત્યારે તેમને તરત તેમના બેંક એકાઉન્ટથી 5 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા. તેમને કહ્યું કે મેં લક્ષ્મીની મદદ એટલા માટે કરી કે તે પોતાની આર્થિક પરિસ્થિતિથી છુટકારો મેળવીને નોકરી શોધી શકે અને પોતાની દીકરીને ભણાવી શકે.

અક્ષય કુમારે 5 લાખ રૂપિયા મોકલ્યા

અક્ષય કુમારે 5 લાખ રૂપિયા મોકલ્યા

અક્ષય કુમારે જણાવ્યું કે લોકો સમજે કે જયારે વ્યક્તિને જીવવા માટે સામાન્ય વસ્તુઓની જરૂરિયાત હોય છે ત્યારે મેડલ, એવોર્ડ, સર્ટિફિકેટ કામ નથી આવતા. લોકોએ તેમની મદદ માટે આગળ આવવું જોઈએ. આ મદદ ઘ્વારા લક્ષ્મી ખુબ જ ખુશ છે. તેમને જણાવ્યું કે તેઓ વ્યકત નથી કરી શકતા કે તેઓ કેવું અનુભવી રહ્યા છે. તેની સાથે સાથે લક્ષ્મીને બીજી પણ ઘણી જગ્યાઓથી મદદ મળી છે. તેમને ઘણા લોકોએ ફોન કરીને મદદ કરવાની વાત કહી. એટલું જ નહીં પરંતુ 200 લોકોએ નોકરી માટે તેમને ઇન્ટરવ્યૂ કોલ કર્યા.

મકાન માલિકે તેમને ઘર ખાલી કરવા માટે અલ્ટીમેટમ આપ્યું હતું

મકાન માલિકે તેમને ઘર ખાલી કરવા માટે અલ્ટીમેટમ આપ્યું હતું

દિલ્હીના લક્ષ્મી નગરમાં પોતાની દીકરી સાથે રહેતી એસિડ એટેક પીડિતા લક્ષ્મી આર્થિક સમસ્યાનો સામનો કરી રહી છે. હિન્દુસ્તાન ટાઈમ્સ ખબર અનુસાર એસિડ અટેક પીડિતા હોવાને કારણે તેમને કોઈ નોકરી પર રાખતું ના હતું. જેથી તે પોતાના મકાનનું ભાડું પણ ભરવા માટે સક્ષમ ના હતી. તેને મકાન માલિકે ઘર ખાલી કરવા માટે અલ્ટીમેટમ આપી દીધું હતું. લક્ષ્મી છેલ્લા 1 વર્ષથી નોકરી વિના છે. લક્ષ્મીએ 10માં ધોરણ સુધી અભ્યાસ કર્યો છે અને તેને ટ્રેન્ડ બ્યુટિશિયન છે પરંતુ તેને પાર્લરમાં પણ નોકરી નથી મળી રહી.

English summary
Akshay Kumar gives 5 lakh to acid attack survivor Laxmi Agarwal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X