For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘રુસ્તમ’ ના ડ્રેસની હરાજી પર અક્ષય-ટ્વિંકલને લીગલ નોટિસ, અધિકારીઓએ કહ્યું- સેનાના પોષાકનું અપમાન

ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર અને તેની પત્ની ટ્વિંકલ ખન્ના માટે મુશ્કેલીઓ ઉભી થઈ શકે છે કારણકે આ બંનેથી નેવીના કેટલાક અધિકારીઓ નારાજ છે.

|
Google Oneindia Gujarati News

ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર અને તેની પત્ની ટ્વિંકલ ખન્ના માટે મુશ્કેલીઓ ઉભી થઈ શકે છે કારણકે આ બંનેથી નેવીના કેટલાક અધિકારીઓ નારાજ છે અને આ કારણે તેમણે અભિનેતા, તેની પત્ની અને ઓક્શન હાઉસ સાલ્ટસ્કાઉટને લીગલ નોટિસ મોકલી છે કારણકે કે તે નથી ઈચ્છતા કે ફિલ્મ 'રુસ્તમ' માં પહેરાયેલા પોષાકની હરાજી થાય.

‘રુસ્તમ’ માં પહેરાયેલી પોષાકને યુનિફોર્મ કહીને હરાજી કરવી અયોગ્ય

‘રુસ્તમ’ માં પહેરાયેલી પોષાકને યુનિફોર્મ કહીને હરાજી કરવી અયોગ્ય

અધિકારીઓનું કહેવુ છે કે રુસ્તમમાં પહેરાયેલા પોષાકને યુનિફોર્મ કહીને હરાજી કરવી અયોગ્ય છે, આનાથી અમારા જવાનોની ભાવનાઓને ઠેસ પહોંચે છે. આ હરાજી એક રીતે સૈન્યકર્મીઓ અને યુદ્ધમાં જીવ ગુમાવનારા સૈનિકો અને અધિકારીઓના વિધવાઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવા બરાબર છે. અધિકારીઓએ પોતાની નોટિસમાં અક્ષય અને ટ્વિંકલને પોષાકની હરાજી રદ કરવાનું જણાવવામાં આવ્યુ છે. આવુ ન કરવા પર આઈપીસી સંબંધિત ધારાઓ હેઠળ કાર્યવાહી કરવાની વાત કહેવામાં આવી છે.

પોષાકની 2,35,000 કિંમત લાગી ચૂકી છે

પોષાકની 2,35,000 કિંમત લાગી ચૂકી છે

તમને જણાવી દઈએ કે અક્ષય કુમારે ફિલ્મ ‘રુસ્તમ' માં એક નેવી ઓફિસરની ભૂમિકા નિભાવી હતી. આ ફિલ્મમાં પહેરવામાં આવેલા પોષાકની હરાજી સાલ્ટસ્કાઉટ કરી રહ્યા છે. આ ઓનલાઈન હરાજી છે. સમાચાર છે કે બુધવારે બપોર સુધીમાં પોષાકની 2,35,000 રુપિયા કિંમત લાગી ચૂકી હતી. પોષાકમાં એક શર્ટ, પેન્ટ અને હેટ શામેલ છે. હરાજી 26 મે રાત સુધી ચાલશે.

જેનાઈસ ટ્રસ્ટને મળશે રકમ

જેનાઈસ ટ્રસ્ટને મળશે રકમ

જો કે હરાજી પહેલા અક્ષય કુમારે કહ્યુ હતુ કે આ હરાજીથી મળનાર રકમનો 90% હિસ્સો સામાજિક કાર્યમાં ઉપયોગમાં લેવામાં આવશે. આ રકમ જેનાઈસ ટ્રસ્ટને આપવામાં આવશે. આ ટ્રસ્ટ મહારાષ્ટ્રના પંચગીનીમાં છે જે જાનવરોની રક્ષા માટે કામ કરે છે.

શ્રેષ્ઠ અભિનેતાનો નેશનલ એવોર્ડ

શ્રેષ્ઠ અભિનેતાનો નેશનલ એવોર્ડ

ફિલ્મ ‘રુસ્તમ' વર્ષ 2016માં રિલીઝ થઈ હતી જે એક સત્ય ઘટના પર આધારિત ફિલ્મ હતી. આમાં મુખ્ય ભૂમિકા અક્ષય કુમાર અને ઈલિયાના ડિક્રૂઝે નિભાવી હતી. ફિલ્મનું નિર્દેશન ટીનૂ સુરેશ દેસાઈએ કર્યુ છે જ્યારે ફિલ્મના લેખક વિપુલ રાવલ હતા. અક્ષયને આ ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો.

English summary
akshay twinkle playing with sentiments armed forces say officers
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X