For Quick Alerts
For Daily Alerts

જમ્મુ-કાશ્મીરમાં ફરી થઇ હિંસક અથડામણ, એકની મોત
જમ્મુ-કશ્મીરના બડગામ ખાતેની અથડામણમાં એક એન્કાઉન્ટર દરમિયાન આતંકવાદીનું મૃત્યુ થયું હતું.
જમ્મુ અને કશ્મીરના બડગામ સ્થિત માચૂમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં અલ બદ્ર આતંકવાદી મુઝફ્ફર અહેમદનું મૃત્યુ થયું હતું. ઉપલબ્ધ જાણકારી અનુસાર આતંકવાદી મુઝફ્ફર પોલીસ અને સેનાની સંયુક્ત કાર્યવાહીમાં શુક્રવારે સવારે માર્યો ગયો. નોંધનીય છે કે મુઝફ્ફર આ પહેલાં લશ્કરે-એ-તોયબા સાથે જોડાયેલો હતો.
સુરક્ષાદળો ઘણા દિવસોથી આ આતંકવાદીને શોધી રહ્યા હતા. એન્કાઉન્ટર બાદ સુરક્ષાદળોએ આસપાસના વિસ્તારોને ઘેરી લઇ શોધખોળ શરૂ કરી છે. આ પહેલાં 3 જાન્યૂઆરીએ અહીંના જ બારામૂલામાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે થયેલી અથડામણમાં એક આંતકવાદીનું મૃત્યુ થયું હતું.
અહીં વાંચો - વડોદરાની બ્લ્ડ બેંકોએ દર્દીને HIV પોઝિટિવ લોહી ચડાવી દીધુ
Comments
English summary
Al-Badr terrorist Muzzafar Ahmed killed in encounter with Army & Police in Machu area of district Budgam (J and K) in early morning hours.