કર્ણાટકમાં તમામ 120 કોંગી ધારાસભ્યો મારી સાથેઃ સિદ્ધારમૈયા

તેમણે કહ્યું કે પાર્ટી દિલ્હીથી પર્યવેક્ષકોને એ સુનિશ્ચિત કરવા માટે મોકલી રહી છે કે મુખ્યમંત્રી પદ માટે ધારાસભ્યોની પસંદ કોણ છે. નિવર્તમાન વિધાનસભામાં વિપક્ષ નેતા સિદ્ધારમૈયાએ પોતાની આવાસ પર સંવાદદાતાઓને કહ્યું કે, પર્યવેક્ષક પાર્ટી હાઇકમાનને ધારાસભ્યોની પસંદથી અવગત કરશે, ત્યારબાદ હાઇકમાન એ અંગે નિર્ણય કરશે.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, મુખ્યમંત્રી બનવા માટે પાર્ટીના કેટલા ધારાસભ્યોનું સમર્થન તેમને મળ્યું છે, તો તે અંગે સિદ્ધારમૈયાએ કહ્યું કે, પાર્ટીના તમામ 120 ધારાસભ્યો મારી સાથે છે. જોકે તેમણે પર્યવેક્ષકોના નામ જણાવ્યા નથી. નોંધનીય છે કે કર્ણાટકની 225માંથી 223 વિધાનસભાની બેઠકો પર થયેલી ચૂંટણીમાં કોંગ્રેસને 121 બેઠકો પર જીત મળી છે. જ્યારે ભાજપનો કારમો પરાજય થયો છે.












Click it and Unblock the Notifications
